આજનો યુગ મીડિયા અને મોબાઈલનો થઈ ગયો છે. આ બંનેની હરીફાઈમાં અખબાર બાજી મારી જાય છે વર્ષો પહેલાં અખબારની કિંમત બે આના હતી આજે પાંચ રૂપિયા થઈ ગઈ છે. છતાં વાચક મિત્રોનો અખબાર અંગેનો લગાવ આજે પણ પહેલા જેટલો અને જેવો જ રહ્યો છે. ઘરમાં હોય કે ઓફિસમાં બેઠા હોય ત્યારે આપણા હાથમાં વારંવાર અખબાર જ આવે છે.
વિદ્યાર્થી હોય કે વાલીઓ હોય કે પછી વેપારી હોય સૌ કોઈને અખબારની આદત પડી ગઈ છે. એક સમયે સવારની ગુડ મોર્નિંગ ની ચા મોડી મળશે તો ચાલશે પરંતુ નિયમિત સમયસર આવતું અખબાર મોડું આવશે એ હરગીઝ નહીં ચલાવી લે.
આમ હવે ડિજિટલી પ્લેટફોર્મ આલમની દુનિયામાં બુલેટ ટ્રેનની ગતિએ દોડવા માટે ધ ન્યૂઝ એક્સપ્રેસ (The News Express) હવે ક્યારે લેટ નહિ પડે.
કારણ કે ન્યુઝ ના ખબર પત્રીઓ સાથે સાથે ફોટોગ્રાફર પણ રાત દિવસ જોયા વગર જળ ઉપર, સ્થળ ઉપર, હવામાં વાયુ સાથે વાતો કરતા અને દોડતા જ રહેશે. જ્યારે આપણે સૌ રાત્રીના અંધકારમાં પથારીમાં હોઈએ છીએ ત્યારે આ અખબારના ખંતીલા જાબાજો ખબરપત્રીઓ તથા ફોટોગ્રાફરો એમના જાનની પરવા કર્યા વગર અવિરત દોડતા જ રહે છે. જેના કારણે આપણને સવારના પોરમાં નિયમિત સમાચારો પ્રાપ્ત થાય છે.
આવી એમની હરણફાળ જેવી દોડને ઓર તેજ કરવા અંગે આજના યુગના ખનતીલા તંત્રી શ્રી ફાલ્ગુન ઠક્કરએ કમર કસી છે. આજે મને આજના યુગસાથે ના નવા ‘The News Express” નામાભીકારણ અંગે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે બે શબ્દો લખવાનો અમૂલ્ય અવસર મળ્યો છે એનો આનંદ છે.
ચી ભાઈ ફાલ્ગુન મહાસુખભાઈ ઠક્કર એમના જીવનની સફળતાની સીડીઓના સૌ પ્રથમ સોપાન ઉપર બિરાજમાન રહે એવી ખરા અંતઃકરણ પૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.
લીખીતન : નવીન આર ઠાકર (રાજ) ના વંદન
પત્રકાર નવીનભાઈ ઠાકર નો ટૂંકમાં પરિચય……
નવિનભાઇ ઠાકર આજનો યુગ દૈનિક સાથે ઘણા વર્ષો થી જોડાયેલા છે તેમણે વર્ષોથી ઘણા સારા વિષયઓ પર લેખન કરીને આજના યુગ સમાચાર પત્રને હંમેશા વેગ આપવાનો પ્રયત્ન કર્યો છે. 81 વર્ષની ઉંમરે પણ નવીનભાઈ ઠાકર તેઓ જેની પણ સાથે જોડાયેલા છે તેને યોગ્ય ન્યાય આપવામાં ક્યાંય પણ પાછા પડતા નથી. અવિરત પણે તે તેમની ફરજ નિભાવી રહ્યા છે.