Ramkatha : રાજકોટ : વૈશ્વિક રામકથા નું રેસ કોર્સ ગ્રાઉન્ડમાં અદભૂત આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન સદ્દભાવના વૃધ્ધાશ્રમ માં શ્રી વિજય ભાઈ ડોબરીયા દ્વારા કરવામાં આવ્યું છે આ વૃધ્ધાશ્રમ માં ૩ પ્રકાર ના વડીલો ને સ્થાન છે.એક જેને બાળકો નથી બીજા એવા કે જે ખૂબ જ ગરીબ છે કોઈનો આશરો નથી ત્રીજા એવા કે જેમને ઘર પુત્રો પુત્રી છે છતા વડીલો ને કાઢી મૂક્યા છે એમનું પુત્ર બનીને આશરો આપતા શ્રી વિજય ભાઈ ડોબરીયા છે એમને તારીખ ૨૪ / ૧૧/૨૪ થી ૧/૧૨/૨૪ સુધી સવારે ૧૦ થી ૧.૩૦ સુધી કથાનું રસપાન કરતા દરેક જ્ઞાતિ ના નાના મોટા વડીલોને લાભ લીધેલ સાથે રોજ ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ લોકો ને ભોજન પ્રસાદ નો અનેરો લ્હાવો મળ્યો છે.એમાં દરેક સંસ્થાના ના ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં સેવા નો લાભ લીધો છે આ કથાનું આયોજન ખૂબ જ સારું છે વ્યવસ્થા પણ ખૂબ સારી છે.ભોજન પ્રસાદ માં પણ એટલા મોટા ગ્રાઉન્ડ માં સવારે ૧૦.૩૦ થી બપોરના ૩ વાગ્યા સુધી સ્વયંસેવકો ખૂબ જ ઉમળકાભેર લોકો ને કોઈ તકલીફ ન પડે એવું આયોજન કરવામાં આવ્યું છે.ભોજન લીધા પછી છાસ ની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે લોકો ગામડે ગામડે થી કથાનું રસપાન કરવા આવી રહ્યા છે.સાથે આજે દરેક સ્વયં સેવકો નું સન્માન કરવામાં આવ્યું છે સાથે શીલા પૂજન નો અનેરો લ્હાવો અપાવ્યો છે.કાલે રવિવારે કથા નો અંતિમ દિવસ છે જેમાં અપેક્ષા છે કે કે રવિવાર ના હિસાબે હજુ વધુ સંખ્યા માં લોકો હાજરી આપશે.
પત્રકાર : ચિરાગ ગોસલીયા