Morari Bapu
તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા)
પૂ.મોરારીબાપુના વ્યાસાસને આજથી 1 ફેબ્રુઆરી 25થી નડિયાદના સુખ્યાત સંતરામ મંદિરના આયોજન હેઠળ ફરી એકવાર માનસકથાનું ગાન થવા જઈ રહ્યું છે.નડિયાદ એટલે બે મહાન ચેતનાઓની પાવનભૂમિ છે કે જે ભૂમિને તેઓએ પોતાના નામથી અને કર્મથી દેશ દુનિયામાં ઉજાગર કરી છે. તેમાં સૌથી પ્રથમ નામ આવે છે પુ.સંતરામજી મહારાજ કે જેઓ સંવત 1872માં નડિયાદમાં પધાર્યા હતાં. પછીથી તેમની પ્રવૃત્તિઓ,અધ્યાત્મ્ય જગત સાથેનું તેમનું ઊંડાણ વગેરે સતત લોકોમાં ઊર્જા અને આદર ઊભું કરી રહ્યા હતા.સતત15 વર્ષ સુધી અહીં તેઓ સમાધિસ્થ થઈ ધૂણી ધખાવીને બેઠા હતા.તેમને લોકો ‘સુખસાગર’ના નામે પણ ઓળખતા હતા.તેમનો પરમ મંત્ર “માનવસેવા એ જ પ્રભુ સેવા” હતો અને તેને લોકોમાં વધુમાં વધુ પ્રચલિત કરીને પોતાનાથી થતું તમામ માનવસેવાનું કાર્ય તેમણે કરીને તેઓ પરમપદને પામ્યા હતા.એટલું જ નહીં એવું કહેવાય છે કે સવંત 1887 માઘ માસની પુર્ણિમાના દિવસે પુ.મહારાજશ્રીએ જીવતા સમાધિ લીધી હતી.તેથી તે દિવસે ખૂબ વિશાળ આયોજન અને મેળો મંદિર દ્રારા થાય છે. બીજા એવા જ મહાનુભાવ ભાગવાતાચાર્ય અને ભાગવતની સાથે ઊંડાણ અને અધ્યાત્મ્યથી જોડાયેલું નામ એટલે પુ. ડોંગરેજી બાપા કે જેમણે વર્ષો સુધી આ ભૂમિમાં પોતાની ભાગવત સાધના કરી હતી.આથી આ તપોભૂમિમાં પૂ. મોરારિબાપુ 951મી રામકથા આજથી મંગલાચરણ કરી રહ્યાં છે.
સંગીતની દુનિયા મહુવાના સંવાહક શ્રી નિલેશભાઈ વાવડીયાના જણાવ્યા પ્રમાણે બાપુએ અત્યાર સુધીમાં આ ભૂમિ ઉપર પાંચ વખત કથાઓનું ગાન કર્યું છે. હવે આ કથા ના ક્રમ ની 951મી અને નડિયાદમા છઠ્ઠી કથાનું ગાન થવા જઈ રહ્યું છે.
આ કથાઓની યાદી આ મુજબ છે.
(1) “રામકથા”-કથા ક્રમ-141- તા 22/1/77
(2) “રામકથા”- કથા ક્રમ 297–તા.06/02/84
(૩)’માનસ-સંતરામ”-કથાક્રમ-648-તા.28-01-2006
(4) “માનસ ગુરુપદ”-કથા ક્રમ -714–તા.05/02/2011
(5) “માનસ સેવાધર્મ” કથાક્રમ-843 તા. 02/02/2019
અત્રે એ નોંધનીય છેકે તમામ કથાઓનું આયોજન માઘ પુર્ણિમાના ઉપલક્ષ્યમાં થયું હોય તે તમામની તારીખો જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનાની છે.કથાનું સમગ્ર આયોજન સંતરામ મંદિરના નેતૃત્વ હેઠળ મહંત શ્રી પુ. રામદાસજી મહારાજ સંભાળી રહ્યા છે.પુ.મહંત શ્રી ચેતન સમાધિ એવી પુ.સંતરામજી મહારાજના આ સ્થાનના નવમા મહંત તરીકે સંવત 2060 થી કાર્યરત છે.બાપુએ કહેલાં અગાઉના કથન મુજબ આ કથાનું શિર્ષક” માનસ -યોગીરાજ” પણ હોય શકે.