• એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદ ખાતેની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.)માં સ્થાપવામાં આવશે

  • નાણાકીય વર્ષ2 025-26માં કંપનીએ તેના CSR કાર્યક્રમ અંતર્ગત કૌશલ વિકાસ પહેલોમાં 125 કરોડ (1,250 મિલિયન)નું રોકાણ કર્યું

Maruti Suzuki : અમદાવાદ/નવી દિલ્હી, 22 જૂન 2026: મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”)એ પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.) ખાતે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ (AML)ની સ્થાપના કરવા માટે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિર્દેશક (DET) સાથે સમજૂતી કરાર (MoU) ઉપર હસ્તાક્ષર કર્યા છે.

ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા મિશન સાથે સુરેખિત આ પહેલ રોજગારીતામાં વધારો કરવાનો અને ભવિષ્ય માટે કૌશલ્યબદ્ધ કાર્યબળનું સર્જન કરવાનો હેતુ ધરાવે છે. મારુતિ સુઝુકીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) કાર્યક્રમ અંતર્ગત વિકસાવવામાં આવેલી આ લેબ્સ એસેમ્બલી, વેલ્ડિંગ, પેઇન્ટિંગ, મશિનિંગ, મિકેટ્રોનિક્સ અને સેફ્ટી જેવા વિસ્તારોમાં વાસ્તવિક શોપ-ફ્લોર વાતાવરણનું સર્જન કરે છે અને તેની ઉપર તાલીમાર્થીઓને હાથ અજમાવવાની સુવિધા આપે છે.

મારુતિ સુઝુકી ખુબ જ ઝડપથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પોતાનો વ્યાપ વધારી રહી છે. કંપની આ વર્ષે હાંસલપુર સુવિધા ખાતે તેની ચોથી લાઇનનું સંચાલન શરૂ કરવા માટે તૈયાર છે, જે તેની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વર્તમાન 750,000 યુનિટ્સથી વધારીને 10 લાખ યુનિટ્સની કરશે. આ ઉપરાંત, કંપની ગુજરાતના સાણંદ ખાતે 10 લાખ યુનિટ્સની ક્ષમતા ધરાવતો નવો પ્લાન્ટ પણ સ્થાપી રહી છે. નવા પ્લાન્ટની ક્ષમતા સાથે રાજ્યની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધીને 20 લાખ યુનિટ્સ પર પહોંચી જશે.

ગુજરાત સરરાકના DETના નિર્દેશક આઈ.એ.એસ. શ્રી નીતિન સાંગવાને જણાવ્યું હતું કે, “માર્કેટ લીડર હોવાની સાથે, મારુતિ સુઝુકીએ ભારતમાં કૌશલ્ય વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સતત દર્શાવી છે. ગુજરાતની આઈ.ટી.આઈ.ઓમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સની સ્થાપના કરીને મારુતિ સુઝુકી વર્ગખંડના અભ્યાસ અને ઔદ્યોગિક જરૂરિયાતો વચ્ચે રહેલા તફાવતને દૂર કરવાની કામગીરી કરી રહી છે. આ પહેલ આપણા યુવાનોને સશક્ત બનાવશે અને ઑટોમોટિવ સેક્ટરના કેન્દ્ર તરીકે ગુજરાતના સ્થાનને વધુ મજબૂતી પ્રદાન કરશે.”

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના કોર્પોરેટ અફેર્સના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે, “મારુતિ સુઝુકી ભારત સરકારના અગ્રણી સ્કીલ ઇન્ડિયા મિશન સાથે જોડાણ કરે છે જેથી યુવાનો માટે આજીવિકાની તકો ઊભી કરવા માટે સંબંધિત કૌશલ્ય તાલીમ આપી શકાય. એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સદ્વારા, અમે વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ અને અત્યાધુનિક સાધનોમાં આત્મવિશ્વાસથી સજ્જ કરી રહ્યા છીએ, એવા વ્યાવસાયિકો ઉછેરી રહ્યા છીએ જે પોતાને ઊભરી રહેલી ઑટોમોટિવ ઇકોસિસ્ટમ સાથે સરળતાપૂર્વક જોડી શકે છે.”

શ્રી ભારતીએ ઉમેર્યું હતું કે, “અમે રાજ્યમાં ઉત્પાદનની કામગીરી વિસ્તારવા માટે મજબૂત આયોજન ધરાવીએ છીએ. દરેક વિસ્તરણ પોતાની સાથે એક નવી ઔદ્યોગિક ઇકોસિસ્ટમ લાવે છે, જે કૌશલ્યબદ્ધ અને ભવિષ્ય માટે તૈયાર કાર્યબળની માંગ કરે છે. એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ વર્તમાન જરૂરિયાતો પૂર્ણ કરવામાં અહમ ભૂમિકા ભજવશે અને સુનિશ્ચિત કરશે કે તૈયાર થઇ રહેલું કૌશલ્ય ઔદ્યોગિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સક્ષમ હોય.”

ગુજરાત સરકારના ડીઇટીના ડિરેક્ટર સુશ્રી સ્તુતિ ચરણ (આઇએએસ)એ જણાવ્યું હતું કે, માર્કેટ લીડર હોવાની સાથે, મારુતિ સુઝુકીએ ભારતમાં કૌશલ્ય વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સતત દર્શાવી છે. ગુજરાતની આઈ.ટી.આઈ.ઓમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સની સ્થાપના કરીને મારુતિ સુઝુકી વર્ગખંડના અભ્યાસ અને ઔદ્યોગિક જરૂરિયાતો વચ્ચે રહેલા તફાવતને દૂર કરવાની કામગીરી કરી રહી છે. આ પહેલ આપણા યુવાનોને સશક્ત બનાવશે અને ઑટોમોટિવ સેક્ટરના કેન્દ્ર તરીકે ગુજરાતના સ્થાનને વધુ મજબૂતી પ્રદાન કરશે, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝન અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકસિત ગુજરાત 2047 માટેના માર્ગદર્શનને અનુરૂપ છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા, શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગના માનનીય સચિવ શ્રી લોચન સહેરા તરફથી મળી રહેલું પ્રોત્સાહન અને સહયોગ વૈશ્વિક વિકાસની ગતિ સાથે તાલમેલ મિલાવી શકે તેવી ભવિષ્યલક્ષી કૌશલ્યતાલીમ માટેનો માર્ગ મોકળો કરી રહ્યું છે.’

વર્તમાનમાં, મારુતિ સુઝુકી ભારતભરમાં ઉત્પાદન સંબંધિત 31 આઈ.ટી.આઈ.ઓને સમર્થન આપે છે, જેમાં ઉપરોક્ત પાંચનો પણ સમાવેશ થાય છે. કંપનીએ સમગ્ર દેશમાં 18 અત્યાધુનિક એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ (AML)ની સ્થાપના કરી છે. ગુજરાતમાં પાંચ નવી લેબ્સના ઉમેરા સાથે કંપની ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ અને ચંદિગઢ સહિત સમગ્ર સાત રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં 23 એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ (AML)નું સંચાલન કરશે.

મારુતિ સુઝુકી ગુજરાત (મહેસાણા, ગાંધીનગર) અને હરિયાણા (માનેસર, સોનિપત) ખાતે ચાર જાપાન – ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ફોર મેન્યુફેક્ચરિંગ (JIMs)નું પણ સંચાલન કરે છે, જે ભારત અને જાપાન સરકારો વચ્ચે સહયોગી પહેલ તરીકે સ્થાપિત કરવામાં આવી છે, જેનો હેતુ કુશળ કાર્યબળનો સમૂહ બનાવવાની મહત્વાકાંક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *