શ્રાવણ તથા ભાદરવાના ધાર્મિક મહિના બાદ આવતો મહિનો આસો માસમાં દિવાળી તહેવારનું આગમન થતા જ લોકોના દિલમાં ઉત્તેજના તથા અનેરો આનંદ વ્યાપી જાય છે.
દિવાળી ૨૦૨૫ એ પાંચ દિવસીય તહેવાર છે જે ૧૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ શરૂ થશે, વાઘ બારાસ સાથે અને ૨૩ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થશે, ભાઈબીજ સાથે
દિવાળી રોશનીનો તહેવાર, અંધકાર ઉપર પ્રકાશના વિજયનું પ્રતીક છે અને અનિષ્ટ ઉપર સારા, વિવિધ પૌરાણિક કથાઓનું સન્માન કરે છે .
દિવાળી એ એક મુખ્ય હિંદુ તહેવાર છે જે રાવણને હરાવીને ભગવાન રામના અયોધ્યા પરત ફરવાનું ચિહ્નિત કરે છે. તે અનિષ્ટ પર સારાની જીત અને અંધકાર પર પ્રકાશનું પ્રતીક છે.
*દિવાળી, દિવાળી, પ્રકાશનો તહેવાર,*
*આનંદ અને ઉત્સાહનો અવસર.*
*દીવાઓના પ્રકાશથી, આ ઘર ચમકે,*
*આવો, દિવાળીની શુભકામનાઓ પાઠવીએ.*
આ તહેવારને દીપાવળી અથવા દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે, જેમાં વિવિધ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. આ તહેવારના મુખ્ય દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે, જે સમૃદ્ધિ અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક છે.
દિવાળીના તહેવારના દિવસો
– *વાઘ બારસ*: દિવાળીના તહેવારનો પ્રથમ દિવસ, જે વાઘને દેવ માનીને પૂજવામાં આવે છે.
– *ધનત્રયોદશી (ધનતેરસ)*: દિવાળીના બે દિવસ પહેલા ઉજવાતો તહેવાર, જે સંપત્તિ અને સમૃદ્ધિના દેવતા ધન્વંતરિની પૂજા માટે સમર્પિત છે.
–
– *નરક ચતુર્દશી*: દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો તહેવાર, જે અસુર નરકાસુર પર ભગવાન કૃષ્ણના વિજયનું પ્રતીક છે.
–
– *દિવાળી*: લક્ષ્મી માતાની પૂજા અને દિવાળીના દિવસે ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે.
–
– *બેસતું વર્ષ (અન્નકૂટ)*: દિવાળી પછીના દિવસે ઉજવાતો તહેવાર, જે ગોવર્ધન પૂજા તરીકે પણ ઓળખાય છે.
– –
– *ભાઈબીજ*: દિવાળી પછીના બે દિવસે ઉજવાતો તહેવાર, જે ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે.
*લક્ષ્મી માતાની કૃપાથી, ઘર ઘર સુખનો ભાસ,*
*દિવાળીના તહેવારમાં, આનંદનો નથી પાર.*
*બધે સુખ-સમૃદ્ધિનો મહોત્સવ,*
*દિવાળીની શુભકામનાઓ, સૌને મળે તેવી પ્રાર્થના.*
દિવાળીની ઉજવણી દરમિયાન લોકો ઘરોમાં દીવા પ્રગટાવે છે, મિઠાઈઓ વહેંચે છે અને નવા કપડાં પહેરે છે. આ તહેવાર લોકોને એકબીજા સાથે જોડાવા અને સ્નેહ અને પ્રેમની ભાવના જાળવવા માટે પ્રેરિત કરે છે.
આ તહેવારમાં બાળકોથી માંડીને યુવાનો વિવિધ પ્રકારના ફટાકડા ફોડીને આનંદ પામતા હોય છે.
ઘણા પરિવારો ધનતેરસના દિવસે ધરમાં લક્ષ્મી પુજન તથા વેપારીઓ આસો વદ અમાસના દિવસે શુભ ચોઘડિયામાં ચોપડા પૂજન કરતા હોય છે તથા પોતાને ત્યાં કામ કરતા કર્મચારીઓને ધારા મજબ બોનસ આપતા તેઓને ઘણી ખૂશી થાય છે જેથી તેઓની પણ દિવાળી સુધરી જાય છે.
નવા વર્ષના પહેલા દિવસે લોકો એક બીજાનાં ઘરમાં જઈને વધામણી કરતા સાલમુબારક કરવાની પ્રથા આજે પણ ચાલું જ છે તથા વડિલોનાં આર્શીવાદ પણ લેતા હોય છે.
આ નવા જમાનામા બધા મિત્રો કે સગાવહાલાઓ કે નાતીલા ભાઈઓ લોકો બધાને ઘરે જવા કરતા કોઈ હોટલ કે સભામંડપ કે વાડીમાં ભેગા થઈને સાલમુબારક કહેવા મળતા હોય છે જેથી સમયનો પણ બચાવ થાય છે તથા અલ્પાહાર કે જમવાનો પ્રસંગ રાખતા હોય છે.
*આ દિવાળીનો તહેવાર, પ્રેમ અને સ્નેહનો દિવસ,*
*આવો, સૌ સાથે મળીને ઉજવીએ.*
*દીવા પ્રગટાવીએ, અને આનંદથી નાચીએ,*
*દિવાળીની શુભકામનાઓ, સૌને પાઠવીએ.*
આ દિવાળી તહેવારમાં અવનવા ફટકડા ફોડતા આવતા મોટા અવાજો તથા પદૂષણ થતા અમુક લોકો કંટાળીને બહારગામ જતા રહેતા હોય છે.
. દિવાળીના દિવસે દરેક ઘર દીવડા, લાઇટ અને રંગોળીથી ઝળહળી ઉઠે છે.
દિવાળી દરમિયાન લોકો એકબીજાને મીઠાઈ આપે છે, શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રેમ-સૌહાર્દનો સંદેશ આપે છે.
આ તહેવાર આપણને શીખવે છે કે અંધકાર પર પ્રકાશ અને દુષ્ટતા પર સદગુણનો વિજય થાય છે.
આ હકિકત છે કે આ જગતમાં ૨૫ દેશોથી વધારે વિવિધ દેશોમાં દિવાળીનો તહેવાર ઉલ્લાસથી ઉજવાય છે.
લેખક:- શ્રેણિક દલાલ ….. શ્રેણુ
