Morari Bapu : (તખુભાઈ સાંડસુર દ્વારા ) : તા 19-8-24 યોગ કર્તા -ઈન્ડોનેશિયા એક સમયનો જાવા ટાપુ અને અત્યારે ઈન્ડોનેશિયા દેશ તરીકે સ્થિત છે એ દેશના એક મોટા શહેર યોગકર્તામાં ગવાઈ રહેલી “માનસ સમુદ્રાભિષેક'” રામકથા ત્રીજા દિવસમાં પ્રવેશી. આજે ઇન્ડોનેશિયા ખાતેના ભારતીય રાજદૂત માં.શ્રી સંદિપ ચક્રવર્તીજીએ સપરિવાર હાજરી આપી કથા શ્રવણ કરી હતી.તેઓએ તેમનાં પ્રાસંગિકમા કહ્યું કે રામાયણનું એક સમયનું આ અનુષ્ઠાન કેન્દ્ર હતું. અહીંના હિંદુઓના જીવન રામ ભગવાનની અતુટ શ્રધ્ધા જોડાયેલી છે. અયોધ્યાના રામ મંદિરના લોકાર્પણ પ્રસંગે પણ અહીં વિવિધ આયોજન થયું હતું.
પુ.મોરારિબાપુએ માંગલિક વાણીમાં કહ્યું હતું કે આજની કથામાં રાજદૂત સાહેબ ઉપસ્થિત છે પરંતુ કહું કે રાજદૂત એ રામદૂત બનીને રહે તો ખૂબ સફળ થાય.માનસમાં રામના રાજદૂત અંગદ હતાં. ભગવાન રામે અંગદને રાવણનું શુભ થાય તેવું કાર્ય કરવા જણાવ્યું હતું. અહીં અશુભની સામે શુભનો સંદેશ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીર અંતિમ માર્ગી છે, પરંતુ બુદ્ધ ભગવાન મધ્ય માર્ગી છે. યજ્ઞ ત્રણ પ્રકારના છે રાજસી,તામસી અને સત્વગુણી યજ્ઞ. પરંતુ આ માનસનો યજ્ઞ એ ખરા અર્થમાં પ્રેમયજ્ઞ છે. જોકે અન્ન વગરનો યજ્ઞ ન હોય. બાપુએ ઇંગ્લેન્ડના એક સાવ નાના બાળક કે જે આખી રાત જાગીની કથા શ્રવણ કરે છે અને સવારે પરીક્ષા આપે છે અને તે પરીક્ષામાં સફળ થવાનો ભરોસો વ્યક્ત કરે છે તે વાતને સાર્વજનિક કરીને રામ પર ભરોસાની વાત પર વિશ્વાસ વ્યક્ત કર્યો.
કથાના ક્રમમાં આજે યાજ્ઞવલ્કજીએ ભરતજીને કથા સંભળાવી અને કાગભુષંડીએ ગરુડજીને કથા સંભળાવી, તુલસીજીના પ્રાગટ્યની કથા તથા શિવચરિત્રની કથાનાં આછેરા ઉલ્લેખ સાથે કથાનું સમાપન થયું હતું. આવતીકાલે રામ જન્મોત્સવ અને શિવ ચરિત્રની અધુરી કથાઓ આગળ વધશે.
બપોર પછીના કાર્યક્રમમાં ઈન્ડોનેશિયાના લોકનૃત્યની ઝલક માણીને સૌ શ્રાવકો ભાવવિભોર થયાં હતાં. લોકનૃત્યની પ્રસ્તુતિ ભારતીય સભ્યતા સાથે જોડાયેલી હોય તેની અનુભૂતિ સૌએ કરી હતી.