UDAAN : અમદાવાદ : અમદાવાદની મહિલા સાહસિકોને વ્યવસાયિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે હરણફાળ ભરવા માટે અને વર્તમાન ટેકનોલોજી અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે થઈ શકે તેના વિશે વૈચારિક આદાન-પ્રદાન હેતુ સ્ત્રીનોવેશન ફાઉન્ડેશન અને શી યુનાઈટ કોમ્યુનિટી સ્ટાર્ટઅપ સેલ, ગુજરાત સરકારના સહયોગથી, UDAANનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ એએમએ ખાતે તા. ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ. રાગીન શાહ (Head and Chief, Provost, Swarnim Startup & Innovation University) દ્વારા સંઘર્ષમય વાતાવરણમાં પણ શિક્ષણના યોગ્ય ઉપયોગ થકી પોતે કેવી રીતે જીવનયાત્રાના આ પડાવ ઉપર પહોંચ્યા તેની રોમાંચક શૈલીમાં માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે સ્ત્રીઓ માટે આજે શ્રેષ્ઠ સમય છે. દેહધાર્મિક રીતે સ્ત્રીઓ પહેલેથી જ મજબૂત હતી અને હવે શિક્ષણ, ટેકનોલોજી, આયોજન અને એક સાથે અનેક કાર્યો કરવાની સ્ત્રીઓની કૂનેહને કારણે વૈશ્વિક સ્તરે ઉચ્ચ સ્થાનો ઉપર સ્ત્રીઓ પહોંચી રહી છે. તેઓએ કહ્યું કે આવનારા સમયમાં સ્ત્રીઓ દ્વારા વૈશ્વિક સ્તરે થનારા અનેક વિધ પરિવર્તન જાેવા મળી શકે તેમ છે.
UDAANના અન્ય કુશળ વક્તા સુશ્રી કોમલ તિવારી (Founder, Pranil Group of Companies) દ્વારા પણ પોતાની કંપની સ્થાપવા સુધીની સફર અને ત્યાર બાદ કેવી રીતે સ્ત્રીઓ પણ આ સમયે આગળ વધીને સમાજ સાથે કદમ થી કદમ મિલાવી શકે છે તે સચોટ ઉદાહરણો સાથે ખૂબજ માર્મિક શૈલીમાં માર્ગદર્શન આપેલ. નાની મોટી નિષ્ફળતા તો જીવનમાં આવવાની પરંતુ તેને અવગણીને સતત આગળ વધતા રહેવું જાેઈએ અને તે આવડત સ્ત્રીઓમાં સવિશેષ હોવાથી તેના થકી વૈશ્વિક સ્તરે પોતાના કાર્યોને પ્રતિપાદીત કરવા જાેઈએ તેમ જણાવેલ.
ડૉ. રાજી ડેનીસ (Director, Samarpan Public Schools, Principal Samarpan Sci. & Comm. College, Samarpan Ins. of Vocational Courses) એ સ્ત્રીઓએ નબળા વિચારોને ક્યારેય પોતાના મન-મસ્તિષ્કમાં પ્રવેશવા દેવા ન જાેઈએ, હંમેશા સકારાત્મક વિચારો થકી પરિવાર, વ્યવસાય, નોકરીને બેલેન્સ કરવાનું કૌશલ્ય હાંસલ કરવું જાેઈએ. તેઓએ પોતાની જીવનયાત્રાના ઉદાહરણો ટાંકીને સ્ત્રીઓએ વૈશ્વિક સ્તરે કેવી રીતે કદમ મિલાવવા જાેઈએ તે જણાવેલ. હાલનો સમય ટેકનોલોજીનો યુગ છે, વિશ્વ જ્યારે ખૂબ જ નજીક થઈ રહ્યું છે ત્યારે સ્ત્રીઓએ પોતાના આઈડીયાને વૈશ્વીક સ્તર ઉપર ફેલાવવા જાેઈએ તેમ જણાવેલ.
સ્ત્રીનોવેશન ફાઉન્ડેશન સ્થાપક અને સીઈઓ ડૉ. કૃપા મહેતાએ સ્ત્રીઓમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ કરીને વૈશ્વિક પટલ ઉપર પોતાની નામના કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય તેની વાત રજૂ કરવા માટે આ UDAAN પ્લેટફોર્મ સશક્ત માધ્યમ બની રહેશે તેમ જણાવેલ અને આગામી સમયે આવી અનેક ઈવેન્ટ થકી સ્ત્રીઓને આગળ વધવા માટે પ્રયત્નશીલ રહીશું તેમ કહીને સૌનો આભાર વ્યક્ત કરેલ.
આ ઉપરાંત સુશ્રી મેઘના ઝાલા (સ્થાપક, શી યુનાઈટ કોમ્યુનિટી) દ્વારા આ તમામ મહિલા વ્યવસાયકારોના આઈડીયાને સમજી, અભ્યાસ કરીને તેના ઉપર મનોમંથન કરીને ઝીવણટભર્યા કામ થકી મંચ ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરી હતી. તેઓનો આ કાર્યોનો અનુભવ કાર્યક્રમને સફળ બનાવવા માટેનું એક જમા પાસું બની રહેલ.
આ ઈવેન્ટમાં નવા અલગ અલગ આઈડીયા, ૬૦ સેકન્ડ માટે સ્ટેજની માલિકી – એલિવેટર પિચ સહિત ઉપસ્થિત સ્ત્રી વ્યવસાયકારો એક-મેકની નજીક આવે અને આગળ વધે તે માટે સુંદર પ્લેટફોર્મ પુરું પાડેલ.
આ ઈવેન્ટન ડો. કૃપા મહેતા અને સુશ્રી મેઘના ઝાલાની સાથે સમગ્ર ટીમના સહયોગથી સફળ બનેલ.

