ગુજરાતના નામાંકિત વાસ્તુ શાસ્ત્રી અને ન્યુમરોલોજીસ્ટ શ્રી હિતેશભાઈ ગજ્જર દ્વારા માર્ગદર્શન

Numerology

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજરાતના નામાંકિત વાસ્તુ શાસ્ત્રી અને અનુભવી ન્યુમરોલોજીસ્ટ શ્રી હિતેશભાઈ ગજ્જરના માર્ગદર્શનમાં તારીખ ૫, ૬ અને ૭ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ન્યુમરોલોજી વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં સ્ટુડેન્ટ્સ, વ્યવસાયિકો, ગૃહિણીઓ તથા આધ્યાત્મિક ક્ષેત્રે રસ ધરાવતા લોકો હાજર રહ્યા હતા.

આ ત્રણ દિવસીય વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યુમરોલોજી વિષયને સરળ ભાષામાં અને પ્રાયોગિક રીતે સમાજ સુધી પહોંચાડવાનો હતો. શ્રી હિતેશભાઈ ગજ્જરે અંકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો, જીવનમાં અંકોની અસર, નામ અને જન્મતારીખના અંકનું મહત્વ, વ્યવસાય અને કારકિર્દી પર ન્યુમરોલોજીની અસર, લગ્નજીવન, આરોગ્ય, સંપત્તિ તેમજ જીવનમાં સફળતાના માટે અનુકૂળ અંક કેવી રીતે પસંદ કરવો તે સહિત અનેક વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું.

વર્કશોપ દરમિયાન થિયરી સાથે પ્રેક્ટિકલ ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને જાતે જ અંકવિશ્લેષણ કરવાની તાલીમ આપવામાં આવી. દરેક ભાગ લેનારને પોતાની તેમજ પોતાના પરિવારની ન્યુમરોલોજીકલ કુંડળી કેવી રીતે તૈયાર કરવી તેની સંપૂર્ણ સમજ આપવામાં આવી. આ ઉપરાંત બ્રાન્ડ નેમ, બિઝનેસ નામ, લોગો, વાહન નંબર, મોબાઇલ નંબર વગેરેના અંકીય પ્રભાવ વિશે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી, જેનાથી હાજર રહેલ તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો.

શ્રી હિતેશભાઈ ગજ્જર વર્ષોથી વાસ્તુ અને ન્યુમરોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવતા આવ્યા છે. તેમણે અત્યાર સુધી હજારો લોકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં માર્ગદર્શન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક લોકોએ વ્યવસાય, નોકરી, શિક્ષણ અને વ્યક્તિગત જીવનમાં સફળતાના નવા શિખરો સર કર્યા છે. આ વર્કશોપ પણ તેમના આ જ સમાજ માટેના જુસ્સા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયો.

ત્રણ દિવસના આ વર્કશોપના અંતે એક ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્કશોપમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને અભ્યાસ પૂર્ણ કરનાર સ્ટુડેન્ટ્સને શ્રી હિતેશભાઈ ગજ્જરના કરકમળે “આચાર્ય” ની પદવીથી નવાજવામાં આવ્યા. તેમજ તમામ ભાગ લેનાર સ્ટુડેન્ટ્સને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ ક્ષણે સમગ્ર હોલમાં ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

સમાપન સમારોહ દરમિયાન સ્ટુડેન્ટ્સ દ્વારા પોતાના અનુભવો પણ વ્યક્ત કરવામાં આવ્યા. જેમાં ઘણા સ્ટુડેન્ટ્સે જણાવ્યું કે આ વર્કશોપે તેમના જીવનની દૃષ્ટિ કમ્પ્લીટલી બદલાવી નાખી છે અને હવે તેઓ ન્યુમરોલોજીને માત્ર જ્ઞાન નહીં પરંતુ સેવા અને કારકિર્દીના રૂપમાં આગળ વધારવા માગે છે.

આ પ્રસંગે શ્રી હિતેશભાઈ ગજ્જરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ન્યુમરોલોજી કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ જીવનને વૈજ્ઞાનિક રીતે સમજવાની એક શક્તિશાળી પદ્ધતિ છે. જો આપણું નામ, વ્યવસાય અને જીવન યોગ્ય અંક સાથે સુસંગત હોય તો જીવનમાં સફળતા આપમેળે આપણા તરફ આકર્ષાય છે.”

અમદાવાદમાં યોજાયેલો આ ત્રણ દિવસીય ન્યુમરોલોજી વર્કશોપ અત્યંત સફળ રહ્યો અને ભવિષ્યમાં આવા વધુ વર્કશોપનું આયોજન ગુજરાતના અન્ય શહેરોમાં પણ કરવામાં આવશે તેવી માહિતી પણ અંતમાં આપવામાં આવી હતી.