Surendranagar:
સુરેન્દ્રનગર , ગુજરાત : જ્યાં જોવો ત્યાં ગંદકી ..ગંદકી ..
૮૦ ફૂટ રોડ પર ઢોરો ના ત્રાસ થી લોકોને અને વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે , જેના કારણે લોકો માં અકસ્માત નો ભય પણ રહે છે. આ ગંદકી ના લીધે લોકો પણ બીમાર પડે છે અને ઢોરો ને પણ અનેક પ્રકાર ના રોગો થવાની મુશ્કેલીઓ ઉભી થાય છે , રહેણાક વિસ્તાર ના લોકો નગરપાલિકામાં અને કલેક્ટર ઓફિસ માં વારંવાર અરજી કરી છતા પણ તંત્ર સુતુ છે.
ડૉ. આંબેડકર સર્કલ પાસે પણ ગાયો ના ટોળા જોવા મળે છે અને એની સામે જ ટ્રાફિક પોલીસ સ્ટેશન છે છતા પણ તંત્ર આંખ આડા હાથ દઈને બેઠું છે તો આના જવાબદ્દદાર કોણ ??
સુરેન્દ્રનગર ના આવા અનેક વિસ્તારો ના રસ્તાઓ પર ઢોર જોવા મળે છે અને લોકો ની દિવસે દિવસે પરેશાનીઓ વધતી જાય છે તો પણ કોઇ ધ્યાન દોરવામાં આવતું નથી.
કયા છે તંત્ર? , કયા છે વિકાસ? કયા છે ભાજપ સરકાર?
પત્રકાર : ચિરાગ ગોસલીયા – સુરેન્દ્રનગર