Surendranagar
સુરેન્દ્રનગર : થાનગઢ ( ગુજરાત ) સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ શહેર માં થાનગઢ થી મુળી જતા વગડિયા રોડ પર ઓવરબ્રિજ નું કામ પૂરું થવાના આરે છે ત્યારે થાનગઢ શહેર ની જનતા માટે ખુબ જ સારા સમાચાર છે કારણ કે થાન થી મૂળી તથા સુરેન્દ્રનગર અપડાઉન કરતા લોકો જેમ કે શિક્ષકો , ડોક્ટરો , વિધાર્થીઓ અને ધંધાદારીઓ માટે એક સંતોષ કારક વાત છે લોકોને પેલા જે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી અને ચોમાસા ની ઋતુ માં પાણી ભરાઈ જવાના કારણ થી લોકો ને ઘણી હેરાન ગતિ થતી હતી એ હવે થોડા દિવસો ની અંદર પૂરી થવા જઈ રહી છે.ઓવરબ્રિજ નું કામ પૂર-જોશ માં ચાલી રહ્યું છે અને થોડા દિવસો કામ પૂરું થવા જઈ રહ્યું
છે. થાનગઢ ના વિકાસ ના કાર્યો આવી રીતે અવિરત ચાલુ રહે તેવી થાનગઢ શહેર ના લોકો ની માંગ છે.
પત્રકાર : સિધાર્થ શાહ – થાનગઢ,સુરેન્દ્રનગર