Surendranagar

સુરેન્દ્રનગર નાં ટાંકી ચોક ના રસ્તા પાસે ગટર ની લાઈન તોડી ને રિપેર કરી અધૂરા કામ પડતાં મૂકવામાં આવ્યા છે રસ્તા ઓ તોડી પછી એને રિપેર કરવામાં આવતા નથી જેથી શહેર ના લોકો ને ચાલવામાં અને વાહન ચાલકો ને ઘણી બધી તકલીફ ઊભી થાય છે શહેર માં આવા ઘણા વિસ્તાર ના રસ્તાઓ તૂટેલી હાલત માં જોવા મળે છે લોકોને કામ થી બજાર માં જવું હોય , છોકરાઓને સ્કુલ જવું હોય કોઇ ઇમરજન્સી દર્દી ને હોસ્પિટલ લઇ જવા હોઈ તો આવા ખાડા- ખડિયા વાળા રસ્તા માથી પસાર થવુ પડે છે અને લોકોને ઘણી બધી હેરાન ગતી થતી હોઈ છે તેમ છતાં પણ સુરેન્દ્રનગર શહેર માં કોઈ પણ પ્રકાર નું ધ્યાન દોરવામાં આવતું નથી શહેર ની જનતા ની દિવસે દિવસે મુસ્કેલીઓ વધતી જાય

છે તો આના માટે સરકારે કડક થી કડક પગલા લેવા જોઈને અને શહેર ની જનતા જે પણ માંગણીઓ હોઈ જેમ કે પાણી , ગટર , રસ્તા , લાઇટ જેવા અનેક પ્રશ્નો હોઈ તો એની તરફ તંત્ર એ ખાસ પગલા લેવા જોઈએ અને જનતા ના પ્રશ્નો નું નિરાકરણ લાવું જોઈએ.

પત્રકાર : ચિરાગ ગોસલીયા – સુરેન્દ્રનગર