Surendranagar :
સુરેન્દ્રનગર ( ગુજરાત ) શહેર મા મહાનગરપાલિકા બની ગઈ હોવા છતા પણ વિકાસ મા કોઈ પણ ફેરફાર નથી થયા અને વિકાસ નામ પર ખોટા વાયદાઓ કરે છે સુરેન્દ્રનગર ના નેતાઓ તમે જોઈ શકો છો શહેર ના જિનતાન રોડ પર ની મહાવીર પાર્ક સોસાયટી મા ગંદકી નજરે જોવા મળે છે અને ત્યાના રહીશો નગરપાલિકા મા વારંવાર અરજીઓ કરી હોવા છતા પણ કોઇ ધ્યાન દોરવામાં આવતું નથી અને લોકોની દિવસે દિવસે પરેશાનીઓ વધતી જાય છે. આ ગંદકી થી આજુબાજુ વિસ્તાર ના રહીશોને ને પણ બીમારી થવાની શક્યતાઓ વધી છે અને રખડું ઢોર ને પણ આ કચરો ખાવાથી અનેક રોગચાળા થતા હોઈ છે તો પણ શહેર ની નગરપાલિકા દ્વારા કોઇ બાબત નું ધ્યાન રાખવામાં આપતું નથી. અને લોકો ને આ બધી પરેશાનીઓ અને મુશ્કેલીઓ વેઠવી પડતી હોઈ છે .તો આ બધી બાબત ના જવાબદાર સરકાર નહીં તો કોણ? શહેર ના અનેક વિસ્તારોમા ઘણા રહીશો ગટર ,પાણી અને આવી ગંદકીઓના ઘણા બધા પ્રશ્નો થી પરેશાન છે અને શહેર ની જનતા હવે આ બધી મુશ્કેલી થી થાકી ગઈ છે અને તંત્ર હજી પણ સુતુ છે અને હજી પણ સુતુ રેહશે એવું લાગી રહ્યું છે. જો આમનામ રેહશે તો શહેર મા કોઇપણ જાતનો વિકાસ થતો દેખાવાનો નથી અને જનતા આવી જ હેરાન થતી રેહશે અને એનો જવાબદાર કોઇ નહીં થાય. જનતા નું કહેવું એવું છે જ્યારે ચૂટણી આવસે ત્યારે મત માગવા નેતાઓ આવી જાય છે અને જનતા એમની જરીયાત માગવા જાય તો કોઈ પણ નેતાઓ જવાબ પણ નથી આપતા.
પત્રકાર : ચિરાગ ગોસલીયા