Surendranagar
સુરેન્દ્રનગર , થાનગઢ (ગુજરાત ) થાનગઢ તાલુકા ના અમરાપર ગામ ની પ્રાથમિક શાળા નંબર ૧. માં ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.બંધારણ દિવસઆ વખતે 26 નવેમ્બરે ભારતમાં બંધારણ સ્વીકારના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 10 સંવિધાન દિવસ પણ ઉજવી રહ્યો છે. બંધારણ એ ભારતના લોકશાહી, બિનસાંપ્રદાયિક અને સમતાવાદી માળખાને વ્યાખ્યાયિત કરતો મૂળભૂત દસ્તાવેજ છે. છેલ્લા સાત દાયકાઓમાં, તેણે ભારતના શાસનના મુખ્ય સિદ્ધાંતો – ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ખાતરી કરીને રાજકીય, સામાજિક અને આર્થિક પરિવર્તનો દ્વારા રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું છે. આ મૂલ્યોને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ત્યારે અમરાપર ની શાળા ના પ્રિન્સીપાલ શ્રી દેવાંગીબેન શાહ અને શાળા ના શિક્ષકો દ્વારા શાળા ના વિદ્યાર્થીઓને બંધારણ દિવસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી બાળકો નું ભવિષ્ય અને ભણતર આગળ વધે અને આગળ જતા બાળકો સિદ્ધિ પ્રાપ્ત કરે .
જય હિન્દ , જય ભારત
પત્રકાર : ચિરાગ ગોસલીયા – સુરેન્દ્રનગર