Surendranagar
સુરેન્દ્રનગર (ગુજરાત) : સુરેન્દ્રનગર શહેર જયારથી મહાનગરપાલિકા બની ત્યારથી શહેર ના અનેક વિસ્તારો મા ગેરકાયદેસર દબાણ હટાવાના ચાલુ થઈ ગયા છે. સુરેન્દ્રનગર ના મહાનગરપાલિકાના કમિશનર અને તેમની ટીમ પોલિસ સ્ટાફ સાથે રહીને ૮૦ ફૂટ રોડ ના ગેરકાયદેસર દબાણો હટાવતાં નજરે જોવા મળી રહ્યા છે. શહેર ના વિસ્તારો જેમ કે દૂધરેજ, જોરાવરનગર, રતનપર ના રસ્તાઓ પર આવતા કે સોસાયટી મા આવતા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે.શહેર ની જનતા માટે ખુબ જ સારી વાત છે કે આવા દબાણો હટે તો શહેર ની જનતા ની ઘણી તકલીફો દૂર થઈ જાય.રસ્તા પર આવતા ગેરકાયદેસર કેબીનો , પાન ના ગલ્લાઓ, ફાસફુડ ની લારીઓ જેવા અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે અને હજી પણ કાર્યરત રહેશે.હવે શહેર ની જનતા ને લાગી રહ્યું છે કે ધીમે ધીમે વિકાસ થતો જોવા મળી રહ્યો છે અને જનતા ની એવી માંગછે કે આવા ગેરકાયદેસર દબાણો દૂર થઈ જાય તો અમારી ઘણી બધી તકલીફો દૂર થઈ જશે.મહાનગરપાલિકા ના કમિશનર નું કહેવું
છે કે હવે ખેર નથી જો હવે કોઇ ગેરકાયદેસર આવા કેબિન કે કોઇ પણ જાત ના દબાણો નહીં હટાવે તો એના પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવસે અને તેના પર કડક મા કડક પગલા લેવામાં આવસે. આવી જ રીતે જો દેશ ના દરેક રાજ્ય ના જીલ્લાઓ મા મહાનગરપાલિકા દ્વારા જો આવા ગેરકાયદેસર દબાણો હટી જાય તો દેશ ની જનતા ની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થયે જાય અને દેશ ના વિકાસ મા પણ ઘણો બધો ફેર પડી શકે છે.
પત્રકાર : ચિરાગ ગોસલીયા