Surendranagar
સુરેન્દ્રનગર (ગુજરાત) : સુરેન્દ્રનગર થી જોરાવરનગર જતા અંડરબ્રિજ ચાર રસ્તા થી વઢવાણ તરફ જતા રિવરફ્રન્ટ ના રસ્તા નું કામ ઘણા સમય થી અટકી ને પડ્યું છે.શહેર ના અજરામર ટાવર વાળા મેઈન બજાર થી વઢવાણ તરફ જતાં લોકો ને ટ્રાફિક માથી થઈ ને પસાર થવું પડે છે જેના કારણે લોકોને ઘણી તકલીફ ઉભી થાય છે. લોકોની માંગ એવી છે કે જલદી થી રિવરફ્રન્ટ નું કામ પૂરું થાય તો અમારે ટ્રાફિક માથી પસાર ના થવું પડે અને અમારો કિંમતી સમય પણ ના બગડે. પણ સુરેન્દ્રનગર ની જનતા નું કયાં કોઇ સાંભળવા તૈયાર છે ! આમાં કયા છે વિકાસ ? કયા છે સરકાર? કોણ છે આનો જવાબદાર? .આવા ઘણા બધા સામાજીક કાર્યો અટકી ને પડ્યા છે અને સુરેન્દ્રનગર ની જનતા લાચાર થઈ ને બેઠી છે.
પત્રકાર : ચિરાગ ગોસલીયા – સુરેન્દ્રનગર
