surendranagar : સુરેન્દ્રનગર (ગુજરાત) દૂધરેજ તળાવનું રૂ.3.40 કરોડ, વઢવાણ ધર્મતળાવનું રૂ. 3.40 કરોડના ખર્ચે નવિનીકરણનો નિર્ણય લેવાયો. સુરેન્દ્રનગર પાલિકા વિસ્તારમાં આવેલા દૂધરેજ ગામના તળાવને રૂ.3.48 કરોડના ખર્ચે તેમજ વઢવાણ ધર્મતળાવનું રૂ.3.40 કરોડના ખર્ચે સુંદર બનાવવા માટે કામની મંજૂરી મળી હતી. આ બંને તળાવના નવિનીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે પૂર્ણ થતા શહેરના લોકોને નવા 2 પિકનિક પોઈન્ટનો ફરવાના સ્થળ તરીકે લાભ મળશે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલા 2 તળાવને રમણીય બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ દૂધરેજ ગામના તળાવને નવિનીકરણ કરવાનું કામ અંદાજીત રૂ. 3.48 કરોડના ખર્ચે કામ મંજૂર થયું હતું. દૂધરેજ તળાવ આસપાસ ફૂટપાથ, વોકવે, સ્ટોન પેચિંગ વર્ક, વોટર વર્ક્સ, ચિલ્ડ્રનપાર્ક, ગાર્ડન અને પાર્કિંગ માટે જગ્યા સહિત બનાવવામાં આવશે. જે માટે હાલ અલગ અલગ જગ્યાએ કામદારો કામ કરી રહ્યા છે. જ્યારે વઢવાણ ઐતિહાસિક ધર્મતળાવ 3.60 કરોડના ખર્ચે રમણીય બનાવાશે. જેનાથી વઢવાણ અને જોરાવરનગરના શહેરીજનોને ફરવા માટેની સુવિધામાં વધારો થશે.ધરમ તળાવમાં બગીચો, રાઇડ્સ, મોર્નિંગ વોક માટેનો વોક વે, ટેકરી, હવામહેલ વગેરેનું બ્યુટિફિકેશન કરાશે. આ ઉપરાંત નર્મદાના નીરમાંથી તળાવને ભરવામાં આવશે. બંને બગીચાની સારસંભાળ અને દેખરેખ માટે સિક્યોરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમજ વઢવાણ બગીચામાં ફૂડ સ્ટોલ અને પ્લાન્ટેશનનું કામ ચાલુ કરી દેવાયું છે. જે થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે.