Surendranagar

સુરેન્દ્રનગર ( ગુજરાત ) જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલા ૧૧ વરસ થી પશુ અને પક્ષી ઓની સેવા કરી રહ્યું
છે. શહેર ના કોઇ પણ વિસ્તાર ના પશુ – પક્ષી ઓ જેમ કે ચકલા, પોપટ, કબૂતર ,કાબર, કોયલ ,બગલા ,ખિસકોલી , બિલાડી , નાની ચકલી ઓ , બજરી , કૂકડા- મરઘા , ગાય ,આખલા , કુતરા , ગધેડા , સસલાં , આવા અનેક પશુ – પક્ષીઓની સેવા કરવામાં આવે છે . શહેર ના કોઇ પણ વિસ્તાર માં કોઇ પણ પશુ પક્ષી ઘાયલ થયા હોઈ તો એના માટે ઇમરજન્સી એમ્બ્લ્યુલન્સ ની પણ સુવિધા રાખવામાં આવી છે.

ઇમરજન્સી બર્ડ હેલ્પ લાઇન નંબર પણ રાખેલો છે (૯૯૭૯૨૭૧૦૦૦ ) જેના પર કોલ કરો એટલે બને એટલી ઝડપ થી સારવાર પૂરી પાડવામાં આવે છે અને આ સેવા માટે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક ટીમ રાખવામાં આવેલ છે જેમાં ટ્રસ્ટી શ્રી રિપલ ભાઈ શાહ તેમની ટીમ ના રેસ્ક્યુઅર ભાવિલ ભાઈ શાહ અને ,ઋષભભાઈ શાહ, સિધાર્થ શાહ, દર્શન સોની આ બધા સાથે મળી એમની ટીમ દ્વારા આ સેવા કરવા માટે દિવસ રાત મહેનત કરે છે.

સાથે ડોક્ટરો પણ આ સેવા કરવા મદદગાર રૂપ બને છે. આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી માં ૨ લાખ થી વધુ પશુ – પક્ષીઓની સારવાર કરવામાં આવી છે આવી સેવા અને પુણ્ય નું કામ કરી ને ઘણા બધા જીવો ને બચાવ્યા છે.

પત્રકાર : ચિરાગ ગોસલીયા – સુરેન્દ્રનગર