Surendranagar :
સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ શહેરમાં વચોવચ કેનાલ અથવા નહેર કહી શકો એ બંને બાજુમાં કચરો ગંદકી બાવળાઓ આવેલા છે જે સાફ કરવા જોઈએ, અને થોડું તંત્ર એ ધ્યાન દોરવું જોઈએ નહેર ની આજુબાજુ રેસીડેન્સી હોસ્પિટલ, સ્કૂલ, કોલેજો આવેલી છે જેથી કરીને થાનગઢ નગરપાલિકા આ વિસ્તાર માં સાફ સફાઈ રાખવી જોઈએ ભવિષ્યમાં કોઈ મોટો રોગચાળો ફાટી ના નીકળે એના માટે તાત્કાલિક નગરપાલિકા એ થાનગઢની જનતા પણ આ ગંદકી થી કંટાળી બેઠી છે અને સ્વચ્છતા ની રાહ જોઈ રહી છે ઘણા સમય થી વરસાદના પાણી હજી સુધી ભરેલા છે જેના કારણે આજુબાજુ રહેણાંક વિસ્તાર માં રોગ ચાળો ફેલાવાની શક્યતાઓ વધી રહી છે શહેર ની જનતા એ ઘણી અરજીઓ કરી છતા પણ તંત્ર કાન આડા હાથ દઈને બેઠું છે. આના માટે થાનગઢ નગર પાલિકા એ શહેર માં થતી ગંદકી દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

પત્રકાર : સિધાર્થ શાહ – થાનગઢ,સુરેન્દ્રનગર