Surendranagar
સુરેન્દ્રનગર : ગોદાવરીયા સોલંકી પરિવારના સુરાપુરા આલા દાદાના નવા મંદિરના જીર્ણોધાર નિમિત્તે ત્રણ ગામના સીમાડે ખમીયાણા, શેખપર, લીમલીની પાવન ભૂમિ પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો બે દિવસ સુધી યોજાયા હતા. જેમાં આલા દાદાના મંદિરે ધ્વજા રોહણનું આયોજન કરાયું તેમજ રાત્રે રાજા ડાક ડમરુંની રમઝટ બોલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.જયઘોષ સાથે સંપૂર્ણ વાતાવરણ ગુંજી ઉઠયું. દાદાની ધ્વજા રોહણમા 24 ગામના લોકો ઉમટાયા અને આલા દાદાના મંદિરે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 20 હજારથી વધુ ભક્તજનોએ આ ઉત્સવનો લાભ લીધો હતો સાથે દાદાના મહા પ્રસાદનુ આયોજન કરવામાં આવેલ હતું. દાદાના આ પાવન સ્થળે સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોદાવરીયા સોલંકી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. રમેશભાઈ વાલજીભાઈ સોંલકી હાલ અમદાવાદ નિવાસી દ્વારા આવેલ દરેક બહેન દીકરીઓને આશરે 1000 સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પત્રકાર : કુણાલ પરમાર