UWin: મહિલાઓના સપોર્ટ માટે સમર્પિત એક કમ્યુનિટી

Ahmedabd : UWin મહિલાઓ દ્વારા મહિલાઓને સપોર્ટ આપતી એક કમ્યુનિટી છે કે જે મહિલાઓના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત પ્રવૃત્તિઓ કરે છે. અમારી કમ્યુનિટીનો મુખ્ય હેતુ એ છે કે મહિલાઓ એક બીજાને સપોર્ટ કરે. UWin દર મહિને એક કોર્પોરેટ શૈલીની બેઠક યોજે છે, જ્યાં દરેક મહિલા પોતાને જોઈતા સપોર્ટ વિષે રજુઆત કરે છે અને અન્ય મહિલાઓ તેમને બનતો સપોર્ટ આપવાનો પ્રયાસ કરે છે.

અમારા અન્ય કાર્યક્રમોમાં મનોરંજન અને તાલીમ પ્રવૃત્તિઓ સામેલ હોય છે. આ તાલીમ તેમના સર્વાંગી વિકાસ પર આધારિત હોય છે. અમે વોટ્સએપ અને CHAT – GPT તાલીમ આપી છે અને ગઈ કાલે અમે તેમને સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે તાલીમ આપી. આજના ટેક્નોલોજીના યુગમાં મહિલાઓ ટેક્નોલોજી શીખે અને કોઈ પર નિર્ભર ન રહે એ મહત્વપૂર્ણ બાબત છે. AMA દ્વારા આપવામાં આવેલી આ તાલીમ સફળ રહી. અમારા ગ્રુપમાં 18 થી 78 વર્ષ સુધીની મહિલાઓ શામેલ છે, અને તમામ મહિલાઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને શીખે છે.

અમારા મનોરંજન કાર્યક્રમોમાં પણ મહિલાઓ આનંદપૂર્વક ભાગ લે છે. આવતા મહિને અમે “UWin Member Showcase” નું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ એક્સ્પોમાં સભ્યો તેમના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે. મહીલાઓ માટે એક બીજાને સશક્ત અને સમર્થન પ્રદાન કરવાનો આ એક ઉત્તમ અવસર છે. તેઓ તેમના રેફરલ્સ દ્વારા એકબીજાને સમર્થન પૂરું પાડે છે.ગ્રુપની મહિલાઓ સાથે મળીને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે.

UWin ની સંસ્થાપક, ફાલ્ગુની રાવલનું મિશન છે કે તમામ મહિલાઓને એક બીજાને દરેક શક્ય રીતે સપોર્ટ આપવા માટે જોડવું. તેમનો હેતુ છે કે મહિલાઓ એકત્રિત થઈને એકબીજાને સશક્ત કરે અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવે.

હાલમાં, UWin માં 260+ મહિલા સભ્યો શામેલ છે. અમારી પાસે બે ચેપ્ટર છે: પ્રથમા અને સમર્થા. આવતા મહિને અમે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ એક અગત્યનું મહિલા નેટવર્ક છે જે મહિલાઓને સશક્ત અને સમર્થ બનાવવા માટે સમર્પિત છે.