felicitation ceremony
અમદાવાદ, – શ્રીરામ જલારામ મંદિર, ઘોડાસર ખાતે એક વિશેષ સન્માન સમારંભ યોજાયો, જેમાં અમદાવાદ શરાફ મહાજન અને શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે શરાફ મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રતિભાઈ પુરુષોત્તમદાસ ઠક્કર, વર્તમાન ઉપપ્રમુખ શ્રી આનંદભાઈ જયકૃષ્ણભાઈ ઠક્કર સહિત મહાજનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
🔹 શરાફ મહાજન તરફથી મંદિરે રૂ. 2 લાખનું દાન
શરાફ મહાજન દ્વારા શ્રીરામ જલારામ મંદિર ટ્રસ્ટને વિશ્ર્વાસપૂર્વક રૂપિયા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ અવસરે ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રતિભાઈ ઠક્કરે મંદિર ટ્રસ્ટની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું અને મંદિરના વિકાસ કાર્યની પ્રશંસા કરી.
🔹 દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના હોદ્દેદારોનું સન્માન
સમારંભમાં દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના નવ નિયુક્ત હોદ્દેદારોને પણ સન્માનિત કરવામાં આવ્યા. પ્રમુખ તરીકે શ્રી કૃપેશભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર, જોડાયા, જયારે શ્રીમતી વિદ્યાબેન જયકૃષ્ણભાઈ ઠક્કર (જોઈન્ટ પ્રમુખ) અને શ્રી હર્ષદભાઈ નટવરલાલ ઠક્કર (ઉપપ્રમુખ) તરીકે નિમાયા. નવા હોદ્દેદારોને પ્રશસ્તિ પત્ર અને સન્માન ચિહ્ન આપી પ્રશંસિત કરવામાં આવ્યા. શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના સેક્રેટરી શ્રી જયેશભાઈ નટવરલાલ ઠક્કરની પણ વિશેષ ઉપસ્થિતિ હતી .
🔹 ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને સમર્પિત દ્રષ્ટિકોણ
આ પ્રસંગે શ્રી કૃપેશભાઈ ઠક્કરે જણાવ્યું કે વિદ્યાર્થી ભવન માત્ર શૈક્ષણિક સંસ્થા જ નઈ , પણ યૌવનને સંસ્કાર અને માનવમૂલ્યો આપવા માટે કાર્યરત રહેશે. તેમણે શરાફ મહાજન અને મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની પ્રતિજ્ઞા લીધી.
🔹 કાર્યક્રમની ભવ્યતા અને સમાપન
સમારંભની શરૂઆત સવારના 11:00 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને શરાફ મહાજનના અગ્રણીઓએ એકતા, ભક્તિ અને સેવાભાવના ઉંડા ભાવ વ્યક્ત કર્યા. અંતમાં મંદિર ટ્રસ્ટે મહેમાનો, શરાફ મહાજન અને દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.