એડવોકેટ દેવ કેલા (એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન)

અમદાવાદ  : શુશ્રુત ભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે 9 એપ્રિલ, 2025 ના રોજ  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) – કર્ણાવતી મહાનગર દ્વારા આજે “યુનિફોર્મ સિવિલ કોડ: (UCC) અ સ્ટેપ ટુવર્ડ્સ લીગલ યુનિફોર્મિટી” વિષય પર એક રસપ્રદ અને જાણકારીભર્યો સેમિનાર યોજાયો.

જેમાં મુખ્ય મહેમાન: એડવોકેટ દેવ કેલા (એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન) ઉપસ્થિત રહ્યા હતા.

એડવોકેટ દેવ કેલાએ ખૂબ સરળ ભાષામાં યુસીસી (Uniform Civil Code) શું છે, શા માટે જરૂરી છે અને દેશ માટે તેનો ઉપયોગ શું હોઈ શકે તે સમજાવ્યું. તેમણે કહ્યું કે, “યુસીસી એ દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદાની પધ્ધતિ છે, જે એકતા અને સમાનતાનું પ્રતિક છે.”

વિદ્યાર્થીઓ અને મહેમાનો દ્વારા સેમિનારમાં સારો રસ બતાવાયો. પ્રશ્નોતરી સત્ર પણ ખૂબ જ જાણકારીસભર રહ્યો.

આ કાર્યક્રમના દ્વારા વિદ્યાર્થીઓને કાયદાની દુનિયા અને તેના મહત્વ વિશે સારી સમજ મળી. ABVP ટીમ દ્વારા સમગ્ર આયોજન શિસ્તબદ્ધ અને સફળ રીતે કરવામાં આવ્યું.