‘હ’ સે હિન્દુ, ‘મ’ સે મુસલમાન, ઔર ‘હમ’ સે સારા हिन्दुस्तान

 

આપણા ત્યાં ઉજવાતા તહેવારોમાં હવે સર્વધર્મ એકતા નરી આંખે જોઈ શકાય છે. તે ખૂબ સારી બાબત છે અને આ એક પ્રમાણ છે કે હવે ભારત દેશને વિશ્વમાં તેનું આગવું સ્થાન બનાવતા કોઈ રોકી નહીં શકે. કારણ કે જ્યાં એકતા છે ત્યાં જ જીત છે અને એકતા સફળતાના દરેક શિખર પાર કરી જશે તેવું દેખાઈ રહ્યું છે.

આપણા ત્યાં ઉજવાતા તહેવારોમાં જેમ કે “રથયાત્રા” હિન્દુઓનો ખૂબ મોટો તહેવાર ગણવામાં આવે છે. તેમાં હવે આપણા મુસ્લિમ સમાજના ભાઈઓ પણ પૂરેપૂરા સહભાગી થઈ રહ્યાં છે. અને દરેક ધર્મના લોકો ભેગા મળીને રથયાત્રાની ઉજવણી ખૂબ સુંદર રીતે કરી રહ્યાં છે.

મુસ્લિમ ભાઈઓ માટે “ઈદનો” તહેવાર ખૂબ મોટો તહેવાર છે. જેમાં હિન્દુઓ પણ તેમના આ તહેવારમાં સહભાગી થઈ ભાઈચારાની ફરજ પૂરી કરે છે. હવે દરેક લોકો સમજી ગયા છે કે સંગઠન એકતામાં જ શક્તિ છે. જો આપણે બધા એક હોઈશું તો કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવામાં વાંધો નહીં આવે.

આપણા સંતો, મહંતો, પાદરીઓ, મૌલવીઓ પણ હવે ધર્મની એકતાના પ્રચાર માટે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચાઓમાં ઉતરી રહ્યાં છે. અને લોકોને જોડવાનું કામ કરી રહ્યાં છે. તેવા એ જે લોકો જોડવાનું કામ કરે છે તે લોકો ધન્યવાદને પાત્ર છે. કારણ કે અમુક અસમાજિક તત્ત્વો આપણી એકતામાં હંમેશા ફૂટ પડાવવાની કોશિષ કરી છે અને કરી રહ્યાં છે અને કરશે પણ હવે આપણે સમજવાનું છે કે આપણો ફાયદો અને વિકાસ શેમા છે ? જો ભારત દેશને આગળ આવવું હશે અને અલગ સ્થાન પ્રાપ્ત કરવું હશે તો તેનો સૌથી પહેલું પગથિયું સર્વધર્મ સમભાવ જ છે.

ભારત દેશની આઝાદી વખતે આપણી એકતા જળવાઈ રહે તે માટે ઘણા લોકોએ શહીદ થઈને પણ સર્વધર્મ સમભાવનું સૂત્ર ચરિતાર્થ કર્યું હતું…

અને હવે આપણે તેનું તો માન રાખવું જ રહ્યું…

– ફાલ્ગુન ઠકકર દ્વારા