Saint Siyaram Baba :

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં રહેતા નર્મદા માતાના પુત્ર, હનુમાનજીના પરમ ભક્ત પ્રખ્યાત સંત સિયારામ બાબા પંચતત્વમાં લિન થયા તેમના અંતિમ સંસ્કાર ખરગોનના કાસરવાડના તેલી ભાટ્યાન ગામમાં નર્મદા કિનારે કરવામાં આવ્યા સઁતો દ્વારા તેમના અંતિમ સંસ્કારને અગ્નિદાહ આપ્યો હતો. આ દરમિયાન લાખો ભક્તો તેમને અશ્રુભીની આંખો સાથે વિદાય આપવા આવી અને આ સમયે માધ્ય પ્રદેશના સી.એમ. ડો.મોહન યાદવ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. અને બાબાને શ્રદ્ધાંજલિ આપી. અને બાબાની સમાધિ અને વિસ્તારને પવિત્ર અને પ્રવાસન સ્થળ બનાવવાની જાહેરાત કરી હતી.

સિયારામ બાબાની અંતિમ યાત્રા તેમના આશ્રમથી નર્મદા ઘાટ સુધી કાઢવામાં આવી હતી. આ દરમિયાન લગભગ 3 લાખ ભક્તોએ જય સિયારામના નારા લગાવ્યા હતા. અને બાબાના અંતિમ દર્શન કર્યા હતા.

બાબા સિયારામ હનુમાનજીના પરમ ભક્ત હતા. બાબા લગભગ 70 વર્ષથી રામચરિત માનસનો પાઠ પણ કરતા હતા.જેથી ભક્તો બાબા ને ભગવાન નું સ્વરૂપ માનતા હતા.

તેમના જીવનના શરૂઆતના ભાગમાં, તેમણે 12 વર્ષ સુધી મૌન પાળ્યું.ત્યાર બાદ સિયારામનો ઉચ્ચાર તેમના મુખમાંથી પહેલીવાર થયો હતો, ત્યારથી લોકો તેમને સંત સિયારામ બાબા તરીકે ઓળખે છે. સંત સિયારામ બાબા મૂળ ગુજરાતના હતા. એવું કહેવાય છે કે તેણે માત્ર 17 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને વેરાગી બની ગયા હતા. બાબા કાળઝાળ ગરમી હોય, ઠંડી હોય કે ભારે વરસાદ, બાબા માત્ર લંગોટી પહેરતા હતા. તેમના આશ્રમમાં 24 કલાક શ્રી રામ ધૂન વગાડતા હતા. એવું કહેવાય છે કે તે ભક્તો અને સાધકો પાસેથી ભેટ તરીકે માત્ર 10 રૂપિયા લેતા હતા.