Sanatan Dharm : અમદાવાદ : સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભારત ને લઇ મોટા સમાચાર 5/8/24 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સંતો ની મહત્વ ની બેઠક યોજાઇ ગુજરાતભરના અગ્રણી સંતો આ બેઠક માં હાજરી આપી હતી.
સનાતન ધર્મ સંગઠન ની રચના પછી પહેલીવાર CM સાથેબેઠક
આ ટ્રસ્ટમાં ભારતના અધ્યક્ષ તરીકે
પૂ જગદ્ગુરુ સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના નેતૃત્ત્વમાં ચાલશે જેમના માર્ગદર્શન અને સલાહ સૂચન મુજબ જ કાર્ય કરશે
આ સંગઠન ના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ
મુકતાનંદબાપુ,પૂ સ્વામી બ્રહ્નચારીજી દ્વારકા
ગુજરાત એકમના પ્રમુખ શેરનાથ બાપુ.
ઉપપ્રમુખ ક્નીરામબાપુ
મહામંત્રી
લલીત કિશોરબાપુ . લિંબડી
કમિટી સભ્યમાં
- એસ.પી. સ્વામી ગઢડા
- વિજયબાપુ સતાધાર
- પૂ નિર્માના બા પાળીયાદ
- ભાગવત ઋષિજી
- નિજાનંદ સ્વામી ગોતરકા
- વાસુદેવ મહારાજ પીપળી
- દલસુખ મહારાજ હળવદ
- રામમનોહર બાપુ .કલોલ
- પૂ ભયલુંભાઇ .પાળીયાદ
- કેતન બાપુ . પરબધામ
- મૌલિક ભગત ગઢડા
- પૂ . જ્યોતિરનાથ બરોડા
- પૂ રામબાપુ . બાવલિયારી સહીત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા.
CM સાથે બેઠક માં સનાતન ધર્મને લઇને મુખ્ય પ્રશ્નોની ખાસ ચર્ચ કરવામાં આવી હતી તેમજ આ ટ્રસ્ટ હકારાત્મક અને રાષ્ટ્રની ભાવના સાથે કામ કરશે.
ગુજરાત માં સનાતન ધર્મ સંસ્થાન ટ્રસ્ટ ની રચના પછી મહત્વ ની આ બેઠક ગણાઈ રહી છે.
લિંબડી જૂનાગઢ સુરત અને ત્રંબા માં સનાતન સંમેલન બાદ આવતીકાલે રાજસતાધર્મસતાનું મિલન થયું.
આવનારા સમયમાં શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ સમગ્ર ભારતમાં કાર્ય કરશે તેમજ આ
ટ્રસ્ટમાં અત્યારે હાલ 5000 હાજર થી પણ વધારે સાધુ સંતોનું રજીસ્ટ્રેશન થયેલ જે બધાજ સનાતની સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે આ ઉપરાંત આવનારા સમયમાં ગુજરાતમાંથી કલાકારો . કથાકારોશ્રીઓ અને લેખકોનો પણ સમાવેશ કરવામાં આવશે .
તેમજ દરેક જિલ્લામાં અને તાલુકા પણ સેવા ભાવિ અને સનાતન પ્રેમી રાષ્ટ્રપ્રેમી લોકોની નોંધણી કરીને ગામડે ગામડે આ ટ્રસ્ટ કાર્યરત કરવામાં આવશે .
આ ટ્રસ્ટ સદાયને માટે સરકાર સાથે હિન્દુત્વના મુદ્દે હકારાત્મક વલણ રાખીને કાર્ય કરશે
સંકલન : ડો. રામેશ્વરદાસબાપુ હરિયાણી.કથાકાર