આ માટી વસે છે મારા હ્રદયમાં, તેના માટે તો બધું કુર્બાન,
કહે છે લોહીનું એક એક બુંદ, મારો વ્હાલો ભારત દેશ મહાન.

આજના રિપબ્લિક દિવસ પર દરેકને હાર્દીક શુભેચ્છા…

Republic Day  : અમદાવાદ : વંદેમાતરમ રોડ પર આવેલ શુકન પ્લેટિનમમાં ધ્વજ વંદન તેમજ Best NGO સન્માનનો કાર્યક્રમ રાખેલ જેમાં ધ્વજ વંદન માટે માં. ડો હિતેશભાઈ રાણા પ્રમુખ ન્યુ એસ જી રોડ & ન્યૂ ગોતા સોસાયટી એસોસીયેસને હાજરી આપેલ તેમજ ધ્વજ વંદન કરેલ તેમજ એરીયાના Best NGO મિત્રોને એરીયાની સેવા માટે સન્માન કરવામાં આવેલ. મંત્રી ડો. રાજેશભાઈ સનારીયાએ એસોસીયેસનના કાર્યની ઝાંખી આપેલ ઉપપ્રમુખ યશપાલસિંહ ઝાલા અને ખજાનચી કેતનભાઇ ભટ્ટ અને હેમંતભાઈ પણ હાજર રહેલ.

શુકન પ્લેટિનમના ચેરમેન શ્રી રુદ્રભાઈ, સંજયભાઈ, કિરીટભાઈ, દીપ્તેશભાઈ, મિતેશભાઈ તેમજ કમિટી સભ્યોએ બધાનુ સ્વાગત કરેલ.

કાર્યક્રમ બહુ જ સરસ રહ્યો. ન્યુ એસ જી રોડ & ન્યૂ ગોતા સોસાયટી એસોસીયેસનની કાર્યની દરેક મિત્રોએ નોંધ લીધી અને વધાવી. આવનાર સમયમાં એરીયાના NGOના મિત્રો તેમજ દરેક સોસાયટીના સભ્યો એક થઇ એરીયાના વિકાસ માટે આજ રીતે એરીયા માટે કાર્યરત રહેશે એવો નિર્ધાર કર્યો.

એરીયાની નામાંકિત Best NGO

૧- જય ફાઉન્ડેશન
૨- ક્રિષ્ણા નિઃસ્વાર્થ સેવા ટ્રસ્ટ
૩- વંદેમાતરમ ફાઉન્ડેશન
૪- વિશ્વા કલ્યાણ ફાઉન્ડેશન
૫- આદેશ સેવા
૬- ગૌતમ ક્રેડિટ સોસાયટી
૭- સારથી ફાઉન્ડેશન
૮- સનાતન સેવા ગ્રુપ
૯- જૈન જાગૃતિ
૧૦- શ્રી આનંદબા વૃદ્ધાશ્રમ
૧૧- શ્રીયાદે સેવા ટ્રસ્ટ

તેમજ બીજા અન્ય NGO મિત્રોએ હાજરી આપી તેમજ અનેક સોસાયટીના ચેરમેન/ મંત્રી/ સામાજિક અગ્રણીઓએ કાર્યક્રમની શોભા વધારી

નાના ભુલકા, યુવાનો, મહીલાયો તેમજ વડીલોએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો. અને સમાપન વખતે એ મેરે વતન કે લોગોના ગીત પર બાળકો ઝુમી ઊઠ્યા…