Rajkot

રાજકોટ :  ગોપાલક સમૂહ લગ્ન સમિતિ સમસ્ત ભરવાડ સમાજ દ્વારા 21 માં સમૂહ લગ્ન નું આગામી તારીખ ૦૩-૧૨-૨૦૨૪ મંગળવાર ના રોજ આયોજન કરવામાં આવશે જેમાં ભરવાડ સમાજ ના મોટા મોટા આગેવાનો આ સમૂહ લગ્ન માં ભરવાડ સમાજ ની દીકરીઓ ને ઘર ની ચીજ વસ્તુઓ જેમ કે સેટી, ડ્રેસિંગ ટેબલ, વાસણો, કબાટ જેવી ઘરની અનેક પ્રકારની વસ્તુઓ દાન ભેટે આપવામાં આવે છે. અને આ લગ્ન આયોજન માં ભરવાડ સમાજ ના મોટા દાતાશ્રીઓ અને મોટા આગેવાનો પણ હાજર હસે . છેલ્લા 5 વરસ થી ચોટીલા તાલુકા ના પૂર્વ પ્રમુખ શ્રી વિઠ્ઠલ ભાઈ જાગાભાઈ અલગોતર ( જામવાડી ) પરિવાર તરફ થી કબાટ ભેટ સ્વરૂપે દીકરીઓને આપે છે અને સાથે સાથે ભોજન સમારંભ નો તમામ ખર્ચ પણ આ અલગોતર પરિવાર થી કરવામાં આવે છે. આવા દરેક સમાજ માં જો આવા સેવા ભાવિઓ દરેક સમાજ ની દીકરીઓને મદદરૂપ થાય તો દેશ માટે બવ સારી વાત કેવાય જેથી આવા સારા કામ કરવાથી અને દાન કરવાથી એક પુણ્ય નું ફળ મળે છે.

પત્રકાર : ચિરાગ ગોસલીયા