Project Dholera
અમદાવાદ , ધોલેરા : પ્રોજેક્ટ ધોલેરા સરને કોરિડોર સાથે જોડવાનો અને ૨૩.૩૩ કિલોમીટરની રેલવે લાઈન માટે સર્વે પૂર્ણ થવા આવશે.
અમદાવાદ જિલ્લામાં ધોલેરા SIR વૈશ્વિક ઔધોગિક શહેર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ધોલેરા SIRને દેશના અન્ય મોટા શહેરો સાથે જોડવાના કોરિડોરમાં સામેલ કરવા ભીમનાથથી ધોલેરાની નવી રેલવે લાઇન માટે રૂ. ૪૪૬ કરોડ
મંજૂર કર્યા છે. આગામી વર્ષ ૨૦૨૭ સુધીમાં ધોલેરા ખાતે રેલવેનું વિશાળ રેલવેસ્ટેશન તૈયાર કરી દેવામાં આવશે.
D-SIRમાં સ્થાપિત ઉધોગોના કાચા માલ તથા ઉત્પાદિત માલને લાવવા-લઈ જવા રેલવેથી સાનુકૂળતા થશે
વૈશ્વિક શહેરની આગવી ઓળખ સાથે ધોલેરા SIRને મુખ્ય શહેરો સાથે જોડવાના કોરિડોરમાં સામેલ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભીમનાથથી ધોલેરા રેલવે લાઇનના પ્રોજેકટ માટે સર્વે પૂર્ણતા ના આરે છે
ભીમનાથ-ધોલેરા રેલવે લાઇનના અંશો
* ભીમનાથ ધોલેરા વચ્ચે નવી બ્રોડગેજ રેલવે લાઇન સ્થપાશે.
* ૨૩,૩૩ કિલોમીટરની લંબાઈ.
– ૪૪૬ કરોડ રૂપિયા મંજૂર કરાયા.
* વિવિધ ઔધોગિક શહેરો અને નગરો સાથે કોરિડોર બનાવી ધોલેરાને જોડવામાં આવશે.
* નવી રેલવે લાઇન ઔધોગિક એકમો માટે આશીર્વાદરૂપ બનશે.
– વર્ષ ૨૦૨૭ સુધીમાં ધોલેરા ખાતે વિશાળ જંકશન સ્થાપવામાં આવશે.
૨૩.૩૩ કિલોમીટરની લંબાઈ વાળી નવી રેલવે લાઈન બિછાવવા માટે સર્વે થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં નવી ૬ રેલવે લાઇન શરૂ થનાર છે. તે પૈકીની ભીમનાથ ધોલેરા રેલવે લાઇન માટે ૪૪૬ કરોડ રૂ. મંજૂર કરવામાં આવ્યા છે.
માલસામાન તથા ઉત્પાદિત માલને લાવવા લઈ જવામાં આ રેલવે લાઇન સાનુકૂળતા પ્રદાન કરશે. વળી ધોલેરા ખાતે કોરિડોર રેલવે લાઇનનું વિશાળ રેલવે મથક આગામી વર્ષ ૨૦૨૭ સુધીમાં તૈયાર કરી દેવાના લક્ષ્યાંક સાથે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.
પત્રકાર : ચિરાગ ગોસલીયા