રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના ઓલિમ્પિયન્સ તથા પેરાલિમ્પિયન્સ અને તેમની પ્રેરણાદાયી સફરની અભૂતપૂર્વઉજવણીનું આયોજન કર્યું
Paralympics2024 :મુંબઈ, 30 સપ્ટેમ્બર 2024: ભારતીય રમતગમતની એક સીમાચિહ્નરૂપ ક્ષણ સ્વરૂપે શ્રીમતી નીતા એમ. અંબાણીના સ્વપ્નદૃષ્ટા નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને રવિવાર 29 સપ્ટેમ્બર 2024ની સાંજે એન્ટિલિયા ખાતે યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ – એટલે કે રમતગમતની સંગઠિત શક્તિ થકી સમાનતા અને શ્રેષ્ઠતાની ઉજવણી કરતું ભવ્ય આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં બોલતા શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું કે: “આ ખરેખર ઐતિહાસિક છે. છેલ્લા બે મહિનામાં આપણા ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન એ ગર્વથી વિશ્વમાં ત્રિરંગો લહેરાવ્યો છે! આજે રાત્રે પ્રથમ વખત તેઓ બધા એક છત હેઠળ એકત્ર થયા છે. આજે રાત્રે પ્રથમ વખત 140થી વધુ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક એથ્લેટ્સ એક જ મંચ પર એકસાથે આવ્યા છે. વિજયમાં સંગઠિત, ઉજવણીમાં સંગઠિત, અને રમતગમતની સમાવેશી ભાવનામાં સંગઠિત.”
શ્રીમતી અંબાણીએ ‘રમતની પરિવર્તનશીલ શક્તિ‘ વિશે પણ વાત કરી અને દેશની ઓલિમ્પિકની સફળતાઓમાં ભારતની મહિલા રમતવીરોના યોગદાનને બિરદાવતા કહ્યું કે, “વ્યાવસાયિક રમતને અનુસરવામાં મહિલાઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના કારણે તેમની સફળતાઓ વધુ વિશેષ બની જાય છે. માત્ર આર્થિક પડકારો જ નહીં, તેમના પરિવારો પાસેથી પરવાનગી મેળવવી અથવા તાલીમ માટે સુવિધાઓ શોધવી, ફિઝિયો અને રેહાબ સેન્ટર્સની સુવિધા હોય અથવા ફક્ત કોચ સુધી પહોંચવા માટે તેમના ગામથી કેટલું દૂર જવું પડતું હોય છે. મહિલાઓ માટે રમતગમતમાં ઓળખ ઊભી કરવી એ લાંબી અને મુશ્કેલ સફર છે. અને તેમ છતાં આપણી મહિલા એથ્લિટ્સ સફળતાના શિખરે પહોંચી છે. તેમની આ સફર જોઈ રહેલી નાની બાળકીઓને તેઓ એક મજબૂત સંદેશ આપી રહ્યા છે – એક સંદેશ કે તેમને રોકી શકાય તેમ નથી અને તેમના માટે કંઈપણ અશક્ય નથી!”
શ્રી આકાશ અંબાણીએ રમતવીરોનો અત્રે હાજર રહેવા બદલ આભાર માનતા કહ્યું કે, “સમગ્ર રિલાયન્સ પરિવાર વતી તમારા ઇન્સ્પિરેશન બદલ આભાર. હું મારી માતા શ્રીમતી નીતા અંબાણીનો પણ આ સાંજ શક્ય બનાવવા બદલ આભાર માનું છું. રિલાયન્સ ફાઉન્ડેશનમાં જેમ આપણે જે કંઈ કરીએ છીએ તેની જેમ જ યુનાઈટેડ ઇન ટ્રાયમ્ફ શ્રીમતી અંબાણીનું વિઝન છે.”
ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ બંનેમાં ભારતને વૈશ્વિક સ્તરે મોખરે લાવવામાં તેમની સખત મહેનત, જુસ્સો અને ઘેરી અસર ઊભી કરવા માટે તમામ રમતના એથ્લિટ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. નીરજ ચોપરા, મનુ ભાકર અને ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકર જેવા ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ચંદ્રક વિજેતાઓ હાજર હતા. પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર સુમિત અંતિલ, નિતેશ કુમાર, હરવિંદર સિંઘ, ધરમબીર નૈન, નવદીપ સિંઘ અને પ્રવીણ કુમારની સાથે બે પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય અને પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝરિયા પણ હાજર હતા. આ ઇવેન્ટમાં પ્રીતિ પાલ, મોના અગ્રવાલ, સિમરન શર્મા, દીપ્તિ જીવનજી અને સરબજોત સિંઘ, સ્વપ્નિલ કુસલે તથા અમન સેહરાવત જેવા ઓલિમ્પિયન્સ સહિત અન્ય જાણીતા એથ્લિટ્સે આકર્ષણ જમાવ્યું હતું. ભારતીય પુરૂષ હોકી ટીમનું પ્રતિનિધિત્વ પેરિસમાં મેડલ વિજેતા બનેલી ટીમના સભ્યો કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પીઆર શ્રીજેશે કર્યું હતું. ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીના બોર્ગોહેન અને માત્ર 14 વર્ષની ઉંમરે ભારતની ટીમના સૌથી યુવાન સભ્ય ધિનિધિ દેશિંગુ પણ હાજર હતા. તેમની સિદ્ધિઓએ રાષ્ટ્રને માત્ર ગૌરવ નથી અપાવ્યું પરંતુ ભાવિ પેઢીઓને રમતગમતમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રયત્ન કરવાની પ્રેરણા આપી છે.
આ સમારોહમાં દીપા મલિક, સાનિયા મિર્ઝા, કર્ણમ મલ્લેશ્વરી અને પુલેલા ગોપીચંદ જેવા ભારતીય રમતજગતના દિગ્ગજોએ પણ હાજરી આપી હતી જેમણે અસંખ્ય યુવા ખેલાડીઓને તેમની સિદ્ધિઓ અને શ્રેષ્ઠતાથી પ્રેરણા આપી છે.
અનુક્રમે 83 અને ચંદુ ચેમ્પિયન જેવી રમત કેન્દ્રિત ફિલ્મોમાં અભિનય આપનાર બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને કાર્તિક આર્યન ભારતના રમતગમતના નાયકોને સપોર્ટ કરવા પહોંચ્યા હતા અને રમતવીરોને સન્માનિત કરવામાં આવતાં તેમને ઉત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે દેવેન્દ્ર ઝાઝરિયા, સુમિત અંતિલ અને ભારતની પેરાલિમ્પિક સમિતિના મુખ્ય કોચ સત્યનારાયણે સમાનતા અને એકતાના પ્રતીક સમાન પેરિસ 2024 પેરાલિમ્પિક મશાલ શ્રીમતી અંબાણીને ભારતમાં રમતગમતને વધુ સમાવેશી બનાવવાના તેમના પ્રયાસો બદલ આપી હતી.
યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ એથ્લેટિક શ્રેષ્ઠતાની જ ઉજવણી માત્ર ન હતી પરંતુ રમતના પ્રકારને ધ્યાનમાં લીધા વિના સફળતાની સ્વીકૃતિમાં સમાનતાના મહત્વને પણ પ્રકાશિત કર્યું હતું. આ ઇવેન્ટે ભારતીય રમતોમાં એક નવો અધ્યાય ચિન્હિત કર્યો જ્યાં દરેક રમતવીરને તેમના સમર્પણ, મક્કમતા અને શ્રેષ્ઠતાની શોધ બદલ પ્રોત્સાહિત કરવામાં આવે છે. રમતવીરોએ ભારતને એક રમતગમત સમૃદ્ધ રાષ્ટ્ર બનવામાં મદદ કરવાના શ્રીમતી અંબાણીના વિઝન માટેના તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો, એક એવો દેશ કે જે બહુવિધ રમતોમાં સફળતા મેળવે. આગામી પેઢીને પ્રેરણા આપવા માટે પોતાની સફરમાં સફળતા મેળવવાની પ્રતિબદ્ધતા દર્શાવી દેશમાં ઓલિમ્પિક મૂમેન્ટને વધુ વેગવંતી બનાવવાની જરૂરિયાતને પણ રમતવીરોએ સમર્થન આપ્યું હતું.
About Reliance Foundation Youth Sports:
Reliance Foundation’s sports initiatives have touched the lives of over 22 million young people since 2013 across the country from over 13,000 schools and colleges, enabling an opportunity for talented children anywhere to be able to achieve their dream of a career in sport. It is especially committed to ensuring more presence and the success of girls and women athletes in India and designs its programmes in a manner that offers them maximum opportunities. Reliance Foundation’s sports programme aims to develop the sporting ecosystem in India starting from the grassroots. Through its scholarship and athletics programmes, the foundation currently supports over 200 athletes in more than 10 Olympic sports. It also operates three world-class athletics training facilities in India and has partnerships with the IOC, IOA, AFI, and Odisha government. Reliance Foundation runs the Reliance Foundation Young Champs (RFYC) football academy, which is India’s highest-rated football academy, with many graduates going on to represent various ISL clubs. The Foundation’s approach to developing the football ecosystem includes organising three grassroots initiatives: Reliance Foundation Youth Sports, RFYC Naupang League, and Reliance Foundation Development League.
#UnitedInTriumph #RFSports #RelianceFoundation #Paris2024 #Paralympics2024