National Cinema Day 2024

મુંબઈ: ભારતમાં 20 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સિનેમા દિવસ હોવાથી થિયેટરોમાં માત્ર રૂ.99 ની મૂવી ટિકિટો આપી રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરશે. મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ ઓફરની જાહેરાત કરી હતી, જેમાં 4000 થી વધુ થીયેટરોએ ભાગ લીધો હતો.

આ અદ્ભુત ઑફર ફિલ્મનાં શોખીનો અને સામાન્ય લોકો બંને માટે અવિશ્વસનીય રીતે ઓછી કિંમતે મૂવીનો આનંદ માણવાનું વધુ સરળ બનાવ્યું છે.

આ વર્ષનો રાષ્ટ્રીય સિનેમા દિવસ 20મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે આ ઑફર મુખ્યત્વે નિયમિત મૂવી સ્ક્રીનિંગ પર લાગુ થાય છે. 99 રૂપિયાની ટીકીટમાં 3ઉ, રિક્લાઇનર સીટ અને પ્રીમિયમ થિયેટર સામેલ નથી. પરંતુ હજુ પણ આ ડિસ્કાઉન્ટેડ કિંમતે પસંદ કરવા માટે પુષ્કળ વિકલ્પો હશે. હાલમાં, ઘણી ફિલ્મો દર્શકોને થિયેટરોમાં ખેંચી રહી છે.

advertisement

 

સ્ત્રી 2, તુમ્બાડ, કોટ અને ધ બકિંગહામ મર્ડર્સ જેવી ફિલ્મો હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે. સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત યુથરા, 20મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સિનેમા દિવસની સાથે મોટા પડદા પર આવવાની છે.

રાષ્ટ્રીય સિનેમા દિવસ પર કરિના કપૂર ખાન ફિલ્મ ફેસ્ટિવલ પણ હશે જેમાં અભિનેત્રીની હિટ ફિલ્મો ચમેલી, જબ વી મેટ જેવી ફિલ્મો પ્રદર્શિત થશે . એમ.આઇ.એના અધ્યક્ષ કમલ ગિયાનચંદાણીએ કહ્યું કે અમારી પાસે હોલીવુડ અને બોલીવુડ ફિલ્મોનું મિશ્રણ છે.

જેમાં રી-રીલીઝ , ક્લાસિક , નવી રીલીઝ અને વર્તમાન બોક્સ ઓફિસ હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. હોલીવુડ હિટ ફિલ્મોમાં ડેડપૂલ, વોલ્વરીન , ટ્રાન્સફોર્મર્સ વન અને વધુ જેવી ફિલ્મો ફરીથી બતાવવામાં આવશે.

જ્યારે આ વર્ષે ઘણી હિન્દી ફિલ્મોએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું, ત્યારે પણ હોલીવુડની ફિલ્મો અને રી-રિલીઝ માટે દર્શકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. લૈલા મજનુ અને તુમ્બાડ જેવી રી-રીલીઝોએ સારો બિઝનેસ કર્યો હતો.

જ્યારે ડેડપૂલ વિ વોલ્વરાઇન આ વર્ષની પ્રથમ હોલીવુડ બ્લોકબસ્ટર બની હતી. ખઅઈંના પ્રમુખ કમલ ગિયાનચંદાની કહે છે, “ડેડપૂલ કોવિડ પછી ચોથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી અને હવે, તે આ વર્ષની પ્રથમ હોલીવુડ બ્લોકબસ્ટર છે.”