Desi Lohana
અમદાવાદ : શ્રી દેશી લોહાણા વિદ્યાથી ભવન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અભ્યાસ અને વાંચન સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને શાંત અને સુવિધાયુક્ત વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળે તે હેતુથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
આ અભ્યાસ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને પુસ્તકો, સંદર્ભ સામગ્રી તેમજ શાંત વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સુવિધા ખાસ લાભદાયી રહેશે.
અભ્યાસ સુવિધા માટે નોંધણી તારીખ 1-12-2025 થી શરૂ કરવામાં આવી છે. લોહાણા વિદ્યાર્થી માટે માસિક ફી રૂ. 100/- રાખવામાં આવી છે, જ્યારે અન્ય વિદ્યાર્થિઓ માટે માસિક ફી રૂ. 300/- નક્કી કરવામાં આવી છે. અભ્યાસ સમય સવારે 6:00 વાગ્યાથી રાત્રે 11:59 વાગ્યા સુધી રહેશે, જેથી વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ સમયનો લાભ લઈ શકે.
અભ્યાસ કેન્દ્રમાં મુખ્યત્વે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સુવિધા ખાસ કરીને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે.
શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના સંચાલકોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને અભ્યાસ માટે સકારાત્મક વાતાવરણ આપવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ વધુ સુવિધાઓ ઉમેરવાનો પણ આયોજન કરવામાં આવશે.
વધુ માહિતી અને નોંધણી માટે વિદ્યાર્થીઓ જ્યોતિન્દ્રભાઈ (મો. 76986 81262) અથવા મહેશભાઈ (મો. 96012 55916) નો સંપર્ક કરી શકે છે.

