IAS : રાજ્યમાં બદલીના મોટા સમાચાર સામે આવ્યા છે.. રાજ્ય સરકાર દ્વારા 18 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કયા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેની યાદી તમને અહીં દર્શાવીએ છીએ.

આ બદલીઓમાં સૌથી મોટી વાત એ રહી છે કે જયંતિ રવિને ફરી ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. જ્યંતિ રવિ કોરોનાકાળ દરમ્યાન ખુબજ જાણીતા બન્યા હતા..તેઓ દરરોજ કોરોનાના કેસો સાથે જોડાયેલી વિગતો જનતાને અપડેટ કરાવતા હતા.

IAS transfer Notification AIS.35.2024.24.G dt 31.07.2024

રાજ્ય સરકારે ગુજરાતના 18 સનદી અધિકારીઓની બદલીના આદેશો બુધવારે જારી કર્યા હતા. સુનૈના તોમર, IAS, સરકારના અધિક મુખ્ય સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરની બદલી અને સરકારના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ), સચિવાલય, ગાંધીનગરના સ્થાને મુકેશ કુમાર, IAS ની બદલી કરવામાં આવી છે.

  • સુનેના તોમર શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ
  • ડૉ. જયંતિ રવીને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ
  • એસ. જે. હૈદરને ઉર્જા અને પેટ્રો કેમિકલના અધિક મુખ્સ સચિવ
  • ડૉ. ટી નટરાજને નાણાં વિભાગના મખ્ય સચિવ બનાવ્યા
  • નવા શિક્ષણ સચિવ બન્યા મુકેશ કુમાર
  • રાજીવ ટોપનો ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ
  • મનોજ દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમુણક
  • પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટના વધારાનો હવાલો
  • અંજુ શર્માની ACSકૃષિ અને વેલફેર તરીકે નિમુણક
  • જેપી ગુપ્તા ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ
  • મમતા વર્માની ACS ઉદ્યોગ અને ખાણ તરીકે નિમુણક
  • ડૉ.એસ મુરલીકૃષ્ણનને ચૂંટણી પંચ માં આયુક્ત સ્પેશલ ડ્યૂટી
  • વાહન વ્યવહાર કમિશમર તરીકે અનુપમ આનંદ