Gujarat CM : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ગુજરાતના વિકાસ ને એક નવી ઉડાન આપી હતી.એજ ભાવ અને વિશ્વાસ સાથે આજે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના વિકાસના પાયાને વધુ મજબૂત બનાવ્યો છે. આ જાહેર સમર્થન અને જાહેર વિશ્વાસ સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે 12 ડિસેમ્બર, 2022 ના રોજ શાસન સંભાળ્યું. તેમના સફળ શાસનના આજે બે વર્ષ 12 ડિસેમ્બર 2024ના રોજ પૂર્ણ થાય છે,
મુખ્યમંત્રીશ્રીના કુશળ નેતૃત્વ હેઠળ વર્તમાન સરકારે અનેક સિદ્ધિઓ અને લોક કલ્યાણકારી યોજનાઓના સારા પરિણામો સાથે રાજ્યની વિકાસયાત્રાને નવી દિશા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત @2047 માટે ચાર મુખ્ય સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે – ગરીબ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓનું સશક્તિકરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ‘ટીમ ગુજરાત’ એ પણ વિકસિત ગુજરાત દ્વારા ‘વિકસિત ભારત @2047’ના વડા પ્રધાનના સંકલ્પને હાંસલ કરવાનો સંકલ્પ કર્યો છે.મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ, દરેક યોજનાઓ અને વિકાસની યોજનાઓમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ અને ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
