GRIT : ગાંધીનગર  : ‘ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT) ની ગવર્નિંગ બોડીની ગાંધીનગર ખાતે આયોજિત પ્રથમ બેઠકમાં GRITના વિઝન અને કાર્યક્ષેત્ર અંગેના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047 ના લક્ષ્યને સાકાર કરવામાં ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ દ્વારા શ્રેષ્ઠ યોગદાન આપવા રાજ્ય સરકારે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. આ ડોક્યુમેન્ટમાં નક્કી કરવામાં આવેલા લક્ષ્યોને સિદ્ધ કરવા વિવિધ આયોજનો કરવા માટે GRIT એક “થિંક ટેન્ક”ની ભૂમિકા ભજવશે.

નીતિ આયોગ દ્વારા સુરત રિજિયનને ગ્રોથ હબ તરીકે વિકસિત કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તે જ રીતે રાજ્યના અન્ય પ્રદેશોના વિકાસ માટે પણ આયોજન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં GRIT મદદરૂપ થશે.
કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓના ફાયદા તેમજ તેના સોશ્યલ ઈમ્પેક્ટ વગેરે અંગે GRIT દ્વારા ડેટા એનાલિસીસ કરવામાં આવે તેવું સૂચન આ બેઠકમાં કર્યું.
આ બેઠક દરમિયાન IIM-અમદાવાદ અને GRIT વચ્ચે MoU કરવામાં આવ્યા હતાં. મને ખુશી છે કે આ MoU અંતર્ગત રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ આયોજનોમાં IIM-અમદાવાદના જ્ઞાન-કૌશલ્ય, તજજ્ઞતા અને નેટવર્કનો લાભ મળશે.

પત્રકાર : સિધાર્થ શાહ