ગાંધીનગરની જાણીતી ‘સંસ્કૃતિ’ સંસ્થા તેમજ ધી ડોકટર્સ એસોસિએશન સહભાગી બન્યા

GANDHINAGAR : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી, સાંસ્કૃતિક ધરોહર અંતર્ગત સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ, તારીખ ૧૯મી ઓક્ટોબર, ૨૦૨૪ને શનીવારના રોજ ગાંધીનગર ટાઉનહૉલ, સેક્ટર ૧૭ ખાતે, રાત્રે ૯ કલાકે પારિવારીક માહોલમાં યોજાઈ ગયો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના ધારાસભ્ય માનનીય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ, પૂર્વ આઇ. જી. પી. ગુજરાત શ્રી જી. કે. પરમાર, ઘી ડૉક્ટર્સ એસોસિએશન ગાંધીંનગરના પ્રેસિડેન્ટ ડૉ. અનિલભાઈ ચૌહાણ, ગાંધીનગરના અગ્રણી વેપારી અને સંસ્ક્રુતિ સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, આર્ટ લવર અને સંસ્ક્રુતિ સંસ્થાના કમિટી મેમ્બેર અને શો આયોજક શ્રી મનોજભાઈ શુક્લા, આર્ટ લવર અને સંસ્ક્રુતિ સંસ્થાના શ્રી મનોજભાઈ જોષી, વિદેશ મંત્રાલયના પી.આર.ઓ. શ્રી રાહુલભાઇ નાયક, ડીસ્ટ્રીક્ટ મિડીયા ચેરમેન રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગરના પૂર્વપ્રમુખ અને લોહાણા સમાજનાં અગ્રણી શ્રી પાર્થભાઈ ઠક્કર, રોટે. વલ્લભભાઈ દેસાઈ, રોટે. જશવંતભાઈ બારૈયા, નિસર્ગ સાયન્સ સેન્ટરના શ્રી અનિલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી, પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ સંગીતના કાર્યક્રમને માણવા ગાંધીનગરનાં સંગીત રસિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન ગાયક અને વર્ષોના અનુભવી લોકપ્રિય શ્રી સંજય તન્ના, બીગશોટ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ, આ કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર શ્રી અશ્વિન પટેલ દ્વારા કરવામાં આવેલ. અને આ કાર્યક્રમમાં ગાંધીનગરની જાણીતી સંસ્થાઓ – સંસ્ક્રુતિ સંસ્થા અને ઘી ડૉક્ટર્સ એસોસિએશન ગાંધીનગર એમના સંગીત રસિકો સાથે જોડાયેલ હતી.

વિશિષ્ટ થીમ સાથેના આ કાર્યક્રમમા સંજય તન્નાની સાથે શિલ્પી રોય, અંકિતા ગાંધી અને ગુરુ સિંઘ જેવા જાણીતા અને અનુભવી ગાયકોએ સંગીતને જીવિત રાખી સુંદર ગીતોની રજૂઆત કરેલ. દરેક ગીત પર પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી ગાયકોને પ્રોત્સાહિત કર્યા હતા. એક પછી એક જાણીતા ગીતોની રજૂઆતે પ્રેક્ષકોને છેલ્લા ગીત સુધી બેસી રહેવા માટે મજબુર કર્યા હતા. આ કાર્યક્રમમા આંતરરાષ્ટ્રીય ઓરકેસ્ટ્રાએ ખુબ સુંદર સાથ આપેલ હતો. આ ઓરકેસ્ટ્રાનું સંચાલન આંતરરાષ્ટ્રીય ડ્રમ પ્લયેર વિનોદ નાન્દોલાએ કર્યું હતું.

ડીસ્ટ્રીક્ટ મિડીયા ચેરમેન રોટરી ક્લબ ઓફ કેપિટલ – ગાંધીનગરના પૂર્વપ્રમુખ અને લોહાણા સમાજનાં અગ્રણી શ્રી પાર્થભાઈ ઠક્કર અને એમની ટીમ દ્વારા શ્રી સંજય તન્નાનું સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવેલ.

સંજય તન્નાએ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો, આવી રીતે કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જોડાયેલ સંસ્ક્રુતિ સંસ્થા અને ઘી ડૉક્ટર્સ એસોસિએશન ગાંધીનગર સંસ્થાના પ્રમુખ, કમિટીનાં સભ્યો અને સંગીત પ્રેમી પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કરેલ. આ સાથે સંજય તન્નાએ વિનંતી કરતા ઉમેર્યું કે આવી જ રીતે ગાંધીનગરની દરેક સંસ્થા ગાંધીનગરના દરેક કલાકારોને સાથ આપી પ્રોત્સાહિત કરે. આ કલાપ્રેમી ગાંધીનગરની જનતાનો પણ દિલ થી આભાર વ્યક્ત કરેલ. સમગ્ર પરિવાર એક સાથે બેસીને માણી શકે તેવો સુંદર કાર્યક્રમ ગાંધીનગરની કલારસિક જનતાને માણવા મળ્યો હતો.