Desi Lohana : અમદાવાદ  : ઋષિલ ડેકોર લિમિટેડના ચેરમૈન કૃપેશભાઈ ઠક્કર શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના નવા પ્રમુખ તરીકે નિમણુંક પામ્યા છે. જે બદલ આભાર માનતા કૃપેશ ઠક્કર કહે છે, “શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવતા હું ખૂબ જ સન્માનિત, નમ્ર અને ગર્વિત અનુભવું છું. આ દાયિત્વ માટે મને લાયક ગણનાર દરેક સભ્યનો હું હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.”

આગળ સૌ સહસેક્રેટરી અને જોઇન્ટ પ્રમુખ તેમજ ઉપપ્રમુખનો આભાર માનતા શ્રી કૃપેશ ઠક્કર કહે છે કે મારા પર વિશ્વાસ મુકવા માટે, હું જોઈન્ટ પ્રમુખ શ્રીમતિ વિદ્યાબેન જયકૃષ્ણભાઈ ઠક્કર, સેક્રેટરી શ્રી જીગરભાઈ ઠક્કર, સેક્રેટરી શ્રી જયેશભાઈ ઠક્કરનો ખાસ આભાર માનું છું: જે લોકોના પ્રયાસોથી આ પ્રસ્તાવ પૂર્ણ સમર્થન સાથે મંજૂર કરવામાં આવ્યો હતો.

આ સાથે, હું મારા ઉપપ્રમુખ તરીકે પસંદ થયેલા શ્રી હર્ષદભાઈ ઠક્કરને મારી શુભેચ્છાઓ પાઠવું છું. હું ખાતરીપૂર્વક માનું છું કે તેમની મજબૂત નેતૃત્વ ક્ષમતા સંસ્થાને નવા આયામ સુધી લઈ જશે.

મે જે સંચાલન સમિતિમાં ઊર્જા, ઉત્સાહ અને પ્રતિબદ્ધતા જોઈ છે, એ નોંધતા ગર્વ અનુભવું છું. આપણી સંસ્થાનું નિર્માણ મજબૂત નેતૃત્વના પાયા પર કરવામાં આવ્યું છે, અને હું આ સદસ્યતા પ્રાપ્ત કરવા માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું. આપણી સંસ્થા સેવાના કર્યો કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, સમાજ ના નિર્માણમાટે અને ઘણા સાર્થક કાર્યો હાથ ધરવા માટે અને નવાં મુકામ પર આગળ વધવા તૈયાર છે.

આપણી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ અને રોજગાર વધારવાનો છે. આપણી સંસ્થામાં બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ, વિશેષ શિક્ષણ અને વ્યાવસાયિક કૌશલ્યોમાં સુધારો અને આજીવિકા વધારવાના પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીયે.

વિઝન અને લક્ષ્ય

શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના સદસ્યોએ જ્યાં સુધી શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, ત્યાંથી આગળના વિકાસ માટે અમારી ટીમ કામ કરશે. અમારા મુખ્ય લક્ષ્યોમાં છે:
1. શિક્ષણમાં સુધારાઓ
– નાના બાળકો અને મહિલાઓ માટે આધુનિક અને નવીન શિક્ષણ સવલતો ઉપલબ્ધ કરવી.
– વ્યવસાય માટેની કૌશલ્યવર્ધન વર્કશોપ્સ અને તાલીમ પ્રદાન કરવી.

2. રોજગાર અવસરોમાં વધારો
– સમાજના નાગરિકોને રોજગાર માટે સક્ષમ બનાવવું.
– સામાજિક વ્યવસાયો અને સ્વરોજગારીના પ્રોજેક્ટ શરૂ કરવા.

3. મજબૂત સામાજિક નેટવર્કનું નિર્માણ
– સમાજના દરેક વર્ગને વધુ નજીક લાવી સહયોગી વાતાવરણ ઊભું કરવું.
– સમાજના જુદા જુદા કાર્યક્ષેત્રોમાં કામ કરતી વ્યક્તિઓ માટે એક મંચ પ્રદાન કરવું.

4. સેવા પ્રવૃત્તિઓ અને સક્રિય પ્રોજેક્ટ્સ
– સમાજના કમજોર વર્ગોને સહાય પ્રદાન કરવી.
– આરોગ્ય, શિક્ષણ અને રોજગારના ક્ષેત્રે નવી યોજનાઓ કાર્યરત કરવી.

સંસ્થાની સિદ્ધિઓ પર ગર્વ

આપણું મજબૂત નેતૃત્વ અને મજબૂત મંજીલના પાયા પર ઉભેલી સંસ્થા આજે ઘણી નવી પહેલ માટે તૈયાર છે. સંસ્થા સમર્થનથી, અમે અનેક સેવાકીય અને સામાજિક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરીશું.
મારા માટે આ પદ માત્ર એક ગૌરવની બાબત નથી, પરંતુ એક સંતોષ છે કે હું સમાજના વિકાસમાં મારા મંડળ સાથે યોગદાન આપી શકું છું.
આ ભવિષ્યગામિ દાયિત્વ માટે હું આભાર વ્યક્ત કરું છું અને સમર્થન માટે સમાજના દરેક સભ્યને મારી નમ્ર વિનંતી કરું છું.

 

One thought on “Desi Lohana : શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના નવા પ્રમુખ તરીકે શ્રી કૃપેશભાઈ ઠક્કરની પસંદગી – એમના વક્તવ્યમાં કર્યો આભાર વ્યક્ત”

Comments are closed.