દિવાળીનો દિવસ આસો મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા હતા, જેની ઉજવણીમાં તમામ નગરવાસીઓએ દીવા પ્રગટાવ્યા હતા. દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને દીવા, રંગોળી વગેરેથી શણગારે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે અથવા આ તહેવાર ક્યારે શરૂ થયો? વાસ્તવમાં, દિવાળીની ઉજવણી પાછળ પૌરાણિક કથા છે.
રામાયણ અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામ લંકાપતિ રાવણનો વધ કરીને માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યા શહેરને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા આવે છે ત્યારે દિવાળી ઉજવવામાં આવે છે. દરેક શહેર અને ગામડાઓમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારથી દિવાળીનો આ તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર બની ગયો.
આ તહેવાર સાથે દેશના સાંસ્કૃતિક વારસાની પણ ઉજવણી થાય છે. અન્ય દેશોમાં વસતા ભારતીયો પણ આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. દિવાળીનો તહેવાર વર્ષનો એકમાત્ર એવો સમય છે, જ્યારે બધા પરિવારો ભેગા થાય છે. દિવાળી એ ખરાબ પર સારાની અને અંધકાર પર પ્રકાશની જીતનું પણ પ્રતીક છે. આ તહેવાર દરમિયાન ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે.
આ દિવાળીના દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે. દિવાળી. રંગોળી અને દીવા. ઉજવવામાં આવે છે, ધાર્મિક રીતે, હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો. સાંસ્કૃતિક રીતે અન્ય ભારતીયો પણ આ તહેવાર ઉજવે છે.
દિવાળીના દિવસે દરેક ગામડા, કસ્બા કે શહેરને દીવાઓ વડે શણગારવામાં આવે છે. પણ આ ઊજવણી માટે માત્ર બહાર દીવા બળવા જ પૂરતા નથી, અંતરમાં પણ ઉજાસ પ્રગટવો જોઈએ.
દિવાળી તો અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું. કાલિકાપુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો.
હર્ષ, ઉલ્લાસ અને રોશનીનો તહેવાર છે તે અનિષ્ટ ઉપર સારાઈ, અંધકાર ઉપર પ્રકાશ અને અજ્ઞાનતા પર જ્ઞાનની પ્રતીકાત્મક જીતને રજૂ કરે છે! ‘દીપ પ્રતિપાદ ઉત્સવ’ જેને સામાન્યરીતે દિવાળી તરીકે ઓળખવામાં આવે છે તે પ્રકાશને તહેવાર તરીકે ઉજવવાની શરૂઆત દર્શાવે છે. દીપ એટલે દીવો, પ્રતિપાદ એટલે શરૂઆત અને ઉત્સવ એટલે ઉજવણી. તે એક દિવસીય તહેવાર નથી.
આ દિપાવલી તહેવાર પાંચ દિવસના સમુહમાં ઉજવણી થાય છે જેમ કે વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી તથા બેસતુ નવું વર્ષ. અને છેવટે દિવાળી પૂર્ણ થતા પહેલા છેલ્લો દિવસ દેવ-દિવાળી તરીકે પણ ઉજવાય છે.
દિવાળીનો પ્રકાશ તમારા જીવનને ખુશીઓ અને સફળતાના રંગોથી ભરી દે. તમને દિવાળીની શુભકામનાઓ !! દીવાઓના પ્રકાશથી તમારું જીવન સફળતા અને ખુશીઓથી ભરાઈ જાય. હેપ્પી દિવાળી!
આપ સર્વેને સાલમુબારક
લેખક:– શ્રેણિક  દલાલ….. શ્રેણુ