બાંગ્લાદેશની નાજુક હાલત પર ભારતની સતત નજર: બાંગ્લાદેશમાં 15 હજાર જેટલા ભારતીયો સુરક્ષિત
Bangladesh curfew: ઢાકા (બાંગ્લાદેશ),
બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનના કારણે સ્થિતિ ખુબ જ નાજુક છે.અત્યાર સુધીમાં તોફાનોમાં 105 લોકોના મોત થયા છે.ખૂબ જ સંવેદનશીલ હાલતમાં સરકારે કાયદો વ્યવસ્થા સંભાળવા માટે હવે કમાન સેનાના હાથમાં સોંપી દેવાઈ છે. દેશભરમાં કફર્યુ લાગુ કરાયો છે.
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતને લઈને હિંસા વધ્યા બાદ શૂક્રવારે દેશભરમાં કર્ફયુ લાગ કરી દેવામાં આવ્યો છે અને સેનાને તૈનાત કરી દેવાઈ છે. વડાપ્રધાન શેખ હસીનાના પ્રેસ સચીવ નઈમુલ ઈસ્લામખાને જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ પ્રકારની રેલી, જુલુસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.
વિદ્યાર્થી દેખાવકારો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં 105 લોકો માર્યા ગયા છે.તેમા 52 મોત માત્ર રાજધાની ઢાકામાં શૂક્રવારે ગઈકાલે થયા હતા. પોલીસે દેખાવકારો પર ફાયરીંગ કર્યુ હતું અને ટીયરગેસનાં શેલ પણ છોડયા હતા.
દેશમાં ઈન્ટનેટ અને મોબાઈલ સેવા બંધ છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે 15 વર્ષથી સતામાં રહેલા વડાપ્રધાન શેખ હસીનાની સરકાર માટે આ એક મોટો પડકાર બન્યો છે.
કેટલાંય દિવસોથી ચાલુ હિંસાને રોકવા પોલીસની નિષ્ફળતા બાદ હવે સેનાને તૈનાત કરવી પડી છે. ખરેખર તો પોલીસ ઘણા દિવસથી દેશભરમાં ચાલુ હિંસાને રોકવામાં નિષ્ફળ ગઈ હતી. વિદ્યાર્થી દેખાવકારો અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 105 લોકો માર્યા ગયા છે. તેમાં 52 લોકો તો માત્ર રાજધાની ઢાકામા માર્યા ગયા છે.
રાજધાની ઢાકામાં શુક્રવારે આ હિંસા થઈ હતી. હાલ ઈન્ટરનેટ મોબાઈ સેવા બંધ કરી દેવાઈ છે. નંઈમુલ ઈસ્લામે જણાવ્યું હતું કે સરકારે લોકોની સહાયતા માટે સેના તૈનાત કરવા અને કર્ફયુ લગાવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે જણાવ્યુ હતું કે, કર્ફયુ તત્કાલ અસરથી લાગુ કર્યો છે. સ્થિતિ પર કાબુ મેળવવા માટે 15 વર્ષથી સતામાં રહેલા વડાપ્રધાન શેખ હસીના માટે એક પડકાર ઉભો થયો છે.
405 ભારતીય છાત્રો દેશમાં પરત ફર્યા
બાંગ્લાદેશની હાલત પર ભારતની નજીકની નજર છે. ભારતે જણાવ્યું હતું કે હિંસક દેખાયા પડોશી દેશનો આંતરીક મામલો છે. 8000 છાત્રો સહીત 15 હજાર ભારતીયો બાંગ્લાદેશમાં છે. બધા સુરક્ષીત છે. અત્યાર સુધીમાં 405 છાત્રો પરત ફર્યા છે.
વિદેશ મંત્રી એસ.જયશંકર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પ્રવકતા રણધીર જાયસ્વાલે જણાવ્યું હતું કે અમે ત્યાં ભારતીયોને સુરક્ષા સહાયતા માટે પરામર્શ જાહેર કર્યું છે.