Anand

લોહપુરુષ સરદાર પટેલ અને વિદ્યાપુરુષ ભાઈકાકાની ચરોતરની ચેતનવંતી ધરા પર સોજીત્રા વિધાનસભા અને આણંદ જિલ્લાના ₹ 120 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રોડ-રસ્તાઓનું નવીનીકરણ, આરોગ્ય કેન્દ્ર, સ્વચ્છતા, શિક્ષણ સહિતના આ વિકાસકામો સમગ્ર વિસ્તારમાં નવી ઊર્જા ભરશે. આ પ્રસંગે ૭૦ વર્ષથી ઉપરની વયના વડીલ નાગરિકોને

આયુષ્યમાન વય વંદના કાર્ડનું વિતરણ કર્યું. ગુજરાતના ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ પદ્મભૂષણ ડૉ. તેજસ પટેલનું મૂળ વતન સોજીત્રા છે. સોજીત્રાની ભૂમિ પર આજે જ્યારે વિકાસની ધારા વહી છે, ત્યારે તેમને સન્માનિત કરીને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા. નિર્મળ ગુજરાત 2.0 અભિયાન હેઠળ ભારત બાયોગેસ એનર્જી આણંદ જિલ્લા પંચાયત અને ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ (BBEL) પશુઓના છાણનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરીને બાયોગેસ ઉત્પાદન અને ખાતર ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધરવા આજે સોજીત્રા ખાતે MoU કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનો લાભ ઉમરેઠ તાલુકાના 39 જેટલા ગામોને થશે.

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા CSR ફંડ અંતર્ગત આણંદ જિલ્લાના 25 ગામોમાં ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન થઈ શકે તે માટે ગ્રામ પંચાયતોને 25 ઈ-રિક્ષા ફાળવવામાં આવી છે, તેનું આજે સોજીત્રા ખાતે લોકાર્પણ કર્યું. આણંદ કલેક્ટરશ્રીને ગત ચિંતન શિબિરમાં રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સન્માનિત કરીને 51,000 નો પારિતોષિક આપવામાં આવ્યો હતો. તેમણે આ કાર્યક્રમમાં તે રકમ આંગણવાડીના બાળકો માટે સુપ્રત કરી. સેવાના આ ભાવને હૃદયથી બિરદાવું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કંડારેલ ગુજરાતના સર્વાંગીણ વિકાસની રાહ પર આગળ વધીને રાજ્ય સરકાર નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરવા અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

પત્રકાર : સિધાર્થ શાહ