Ahmedabad
અમદાવાદ : દેશ આઝાદ થયા 70 વર્ષ ઉપર થઈ ગયા તેમ છતાં ગામ, શહેર ,રાજ્ય અને દેશમાં દલિત -લઘુમતીઓની ખુન હત્યા શોષણ તેમજ અત્યાચાર થઈ રહ્યા છે તેના નિવારણ અને હલ કરવાના ઉદ્દેશ સાથે તા:-26- 11- 2024 ના બંધારણ દિવસથી ડો.બાબા સાહેબ આંબેડકર સારંગપુરના બાવલેથી સાયકલ પ્રવાસ શરૂ કરેલ છે. સાયકલને માધ્યમ બનાવી સાયકલ પર બાબાસાહેબનું બેનર ,એલઈડી લાઈટ, લાઉડ સ્પીકર અને સોલર પ્રોજેક્ટ ફીટ કરાવી અમદાવાદના જાહેર રસ્તા પર ન્યાય માટે ફરી રહ્યો છું પરંતુ હજુ સુધી ન્યાય મળેલ નથી .
વધુમાં તેઓ એ નિવેદન કરતા જણાવે છે કે તા:- 10-12- 2024 માનવ અધિકાર દિવસના રોજ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે અને પોલીસ કમિશનર શ્રી મલેક સાહેબને આ વિશેનું આવેદનપત્ર આપી ન્યાય મેળવવા પ્રયાસ કરેલ તેઓએ ન્યાય માટે યોગ્ય કરીશું ..તેવા આશ્વાસન આપેલ.. તે દરમિયાન મારો આ પ્રવાસ ચાલુ રહેશે,
વાત કરતા જણાવ્યું કે ટૂંક સમયમાં અમોને ન્યાય નહીં મળે તો આગળનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે ડીજીપી અને હોમ મિનિસ્ટર શ્રી સંઘવી સાહેબને રૂબરૂ મળી ન્યાય માંગીશ ,જો ન્યાય નહીં મળે તો તેઓ શ્રી ની ઓફિસ આગળ જ ધરણા કરીશ આ મારો દ્રઢ નિશ્ચય છે
