Ahmedabad
અમદાવાદ ( પાલડી ) : આચાર્યશ્રી હંસરત્નસુરીશ્વરજી મ.સા. એ ૬ વાર ૧૮૦ ઉપવાસ કર્યા તેમાંથી જૈનમ શાહે પ્રેરણા લીધી.
૨૧ વર્ષ ના યુવાને માત્ર ઉકાળેલા પાણી પીને ૧૮૦ દિવસ સતત ઉપવાસ કર્યા. સતત ૧૭૬ ઉપવાસ કર્યા પછી પણ સ્વસ્થ જીવન જીવે છે .
પાલડી વિસ્તાર માં રહેતા ૨૧ વર્ષ ના જૈમીન શાહે ફકત ઉકાળેલા પાણી પીને ૧૮૦ ઉપવાસ નું નેમ લીધું. આ ઉપવાસના પારણા ૧૨ ડિસેમ્બરે રાખવામાં આવ્યા છે.સૂર્યોદય પછી અને સુર્યાસ્ત પેહલા ફકત ઉકાળેલા પાણી વડે થતી આ ઉગ્ર તપસ્યા ના ૧૭૬ દિવસ પૂરા કર્યા છે.સાધુ સંતોમાં આ પ્રકારના કઠોર ઉપવાસ થતાં હોઈ છે. પરંતુ સતત આટલા દિવસ સુધીની ઉપવાસ આરાધના કરનારા પ્રથમ સંસારી હશે. આવી ઉગ્ર તપસ્યા પછી પણ એકદમ તંદુરસ્ત રહીને પોતાની દિનચર્યા નિયમિત પાળે છે.ધાર્મિક કાર્યક્રમો અને પૂજા વિધિ માં પણ ભાગ લીધો છે. ભગવાન ના જાપ કરવામાં સમય સમય પસાર થાય છે . જૈમીન કહે છે ૧૮૦ દિવસ ની ઉગ્ર તપસ્યા દરમિયાન જે મહાપુરુષો અમદવાદ માં ચાતુર્માસ ગાળી રહ્યા હતા એ બધા ની કૃપાદ્રષ્ટિ થી મને કોઇ જ તકલીફ નથી પડી.મહાપુરુષોનો મારા પર ઉપકાર છે અને મહાપુરુષો એ ભૂતકાળ માં તપ અંગેના વ્યાખ્યાનોમાં વર્ણન કરી ને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ સાંભળ્યા પછી મને ઉપવાસ કરવાની ભાવના જાગૃત થઈ હતી.
પત્રકાર : ચિરાગ ગોસલીયા