Rajkot
રાજકોટ, તારીખ: 24/12/2024 ના રોજ, સાતમા અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ, રાજકોટના દ્વારા ચાર આરોપીઓને જામીન મંજૂર કરવામાં આવ્યા આ નિર્ણયના અનુસંધાને આરોપીઓને અદાલતના આદેશ અનુસાર મુક્ત કરાયા છે. આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 323 અને 325 સહિતના ગુનાઓની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે આરોપીઓને અગાઉ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, રાજકોટ દ્વારા પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ મુદ્દે આરોપીઓએ જિલ્લા અદાલત સમક્ષ અપીલ અરજી નંબર. દાખલ કરી હતી. અપીલ દરમિયાન, વિદ્વાન વકીલ શ્રી ઉદયદાન ગઢવી, અને વિદ્વાન વકીલ શ્રી કમલેશભાઈ ગઢવી દ્વારા વધુ પુરાવા અને ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને, સત્ર અદાલતે વિદ્વાન વકીલના તર્કસંગત દલીલોને માન્ય રાખી અને ચારેય આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે.

પત્રકાર : સિધાર્થ શાહ