Advocate.Bhargav D Thakkar

Advocate Bhargav D Thakkar. અમદાવાદ: મેસર્સ દેવસરિયા આર્યન અને સ્ટીલ કંપની વતી તેમના મેનેજિંગ ડાયરેકટર સુનિલ કુમાર બંસલે અમદાવાદ ના ચીફ ‌જ્યુડીશ્યલ કોર્ટ એન.આઈ.કોર્ટ નંબર-૩૪ સમક્ષ પરફેક્ટ બોરિંગ પ્રા.લી. વટવા જીઆઈડીસી તથા તેના ડાયરેકટરો વસંત જયંતીલાલ મોદી વિગેરે વિરૂધ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ-૧૩૮ મુજબ તેઓની બાકી નીકળતી રકમ ₹.૨,૯૦,૩૮,૮૫૬/_ બે કરોડ નેવું લાખ આડત્રીસ હજાર આઠસો છપ્પન પેટે જુદી જુદી રકમ ના કુલ ૧૦ ચેકો આપેલ છે તે ચેકો રીટર્ન થતાં પરફેકટ બોરિંગ પ્રા.લી. તથા ડાયરેક્ટર વિરુદ્ધ એન. આઇ. એકટ ની કલમ-૧૩૮ મુજબ એન.આઇ.કોર્ટ ૩૪ અમદાવાદ સમક્ષ કાયદેસર ની કાર્યવાહી કરેલ.

સદર ફરિયાદ ચાલી જતાં ફરિયાદી કંપની પોતાનું કાયદેસરનું લેણું પ્રસ્થાપિત કરી સકેલ નહિ અને જે કેસ માં આરોપી તરફે એડવોકેટ શ્રી ભાર્ગવ ડી. ઠક્કર (બી. ડી. ઠક્કર) ની ધારદાર દલીલો તથા જુદી જુદી હાઈ કોર્ટ ના જજમેન્ટો થી રજૂઆત ધ્યાને લઈ અમદાવાદ ના ૧૮ માં એડી.ચીફ. જ્યું. મેજિસ્ટ્રેટ નેગો.ઈ.એક્ટ ની કોર્ટ નંબર-૩૪ના જજ શ્રી પી.જે. ચૌધરી સાહેબ દ્વારા તારીખ ૧૫/૦૭/૨૪ ના રોજ આરોપી ને ધી નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટસ એકટ,૧૮૮૧ ની કલમ -૧૩૮ અન્વયેના સજાને પાત્ર ગુનાહિત કૃત્યના તહોમતમાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરી નિર્દોષ જાહેર કરેલ છે.
સદર ફરિયાદ માં આરોપી તરફે એડવોકટ શ્રી બી.ડી.ઠક્કર હાજર રહેલા.