yogi adityanath: તખુભાઈ સાંડસુર દ્વારા : ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ છેલ્લી બે ટર્મથી કાર્યરત છે.તે ગોરખપુર મઠના અધિપતિ તો છે જ પરંતુ સમગ્ર દેશમાં એક હિન્દુનેતા તરીકેની તેમની છાપ હવે અજાણી નથી. કોઈપણ પ્રકારના ઢાંક પીછોડા વગરનું હિન્દુત્વ રજૂ કરતાં ચહેરા તરીકે સમગ્ર દેશ યોગી આદિત્યનાથને ઓળખે છે. તેથી યોગીજી મોદી પછીનો વિકલ્પ હોય શકે તેની પીડા સતત દિલ્હી દરબારને થાય છે.તેથી શીર્ષ નેતૃત્વ ઘણાં સમયથી મૂંઝવણનો અનુભવ કરી રહ્યું છે કે હવે તેનો ક્યાંક છેડો આવવો જોઈએ! પરંતુ જે રીતે દિલ્હી અને લખનૌ વચ્ચે મનમટાવ દેખાઈ રહ્યોં છે તે હવે અછુતો નથી.દિલ્હી હવે જલ્દી યોગીની વિદાય જોવાં ઈચ્છી રહ્યું છે.પરંતુ બીજી તરફ યોગી પોતાનો ચિપીયો ખખડાવી રહ્યાં છે. મજાણે કે એવો પડકાર આપી રહ્યાં છે કે હું પણ ગાજ્યો જાવ તેવો નથી.
વાત એવી છે કે 2024 ની લોકસભા ચૂંટણીઓમાંથી ભાજપને ઉત્તર પ્રદેશમાં ખૂબ મોટી આશા હતી.2014મા 80 માંથી 72 બેઠકો મેળવનાર કેવી રીતે 34 સુધીમાં સમેટાઈ ગઈ! તે કોઈનું મગજ સ્વીકારવા તૈયાર નથી. પરંતુ દિલ્હીનું નેતૃત્વ એ તકની રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે યોગીને ફંગોળીયો કરીને આખા દેશમાં જે રીતે મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રીઓના હાલ થાય છે તે હાલ યોગીના કરી દઈએ.તેથી વારંવાર દિલ્હીનું નેતૃત્વ બી.એલ સંતોષને યુપી મોકલે છે, નડ્ડાને મોકલે છે,બીજા પદાધિકારી ગણને મોકલે છે.યુપી હાર માટેનો એક રિપોર્ટ તૈયાર થાય છે જોકે લખનૌમાં યોજાયેલી કારોબારીમાં યોગીએ સંભળાવી દિધું કે વધુ પડતો આત્મવિશ્વાસ અને બંધારણીય ફેરફાર માટે જવાબ નહીં આપવા તે હારનું કારણ છે.મોદી ભલે પ્રધાનમંત્રી રહ્યા પણ દેશ પીડામા છે.નાયબ મુખ્યમંત્રી કેશવ મોર્યના સંગઠન જ સર્વોપરી ના જવાબમાં યોગીએ પરખાવ્યું કે સરકાર આમ જ ચાલશે.આ વાતથી બધાનાં ભવાં ખેંચાયા છે .કેશવ પ્રસાદ મોર્ય જે ત્યાંના નાયબ મુખ્યમંત્રી છે અને અમિત શાહની નજીકના હોવાનું માનવામાં આવે છે.તેને સીએમ ચહેરા તરીકે પ્રોજેક્ટ કરાય રહ્યાં છે. યોગીજીએ કહ્યું કે મારી સરકાર જે રીતે ગરીબો માટે કામ કરે છે તે જ રીતે કામ કરતી રહેશે.હવે 10 સીટની યુપીમાં પેટા ચૂંટણી છે તેમાંથી 5 એન.ડી.એ.ની છે તે જાળવી રાખવા યોગી કેટલાં સફળ રહેશે તેના પર તેનું ભવિષ્ય અવલંબિત છે.
આ બધી ઉથલપાથલ પછી એવું લાગે છે કે હવે યોગીના તેવર આક્રમક દેખાઈ રહ્યાં છે. તેઓ કદાચ દિલ્હીના આદેશની અવગણના કરે તો આશ્રર્ય જેવું નહીં હોય જે તેણે ભુતકાળમાં કરેલું તેવું સાંભળ્યું હતું!તો બીજી તરફ 403 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે 244 છે. પરંતુ તેમના સાથીઓ સહિત 273 બેઠકો છે.તેમાંથી કેટલી બેઠકો પર કેટલાં ધારાસભ્યો પર યોગીની પકડ છે તે નક્કી કરવું અઘરું છે. પરંતુ 130 વિધાનસભા બેઠકો ધરાવતા વિરોધ પક્ષને 70 બેઠકો ઘટે છે. તેથી ભાજપએ બહુ ધીરજપૂર્વક કામ લેવાની જરૂર દેખાઈ રહી છે. એક વાત એ પણ નક્કી છે કે યોગી આદિત્યનાથ જલ્દી લખનૌથી ખસી જવાના મુડમાં નથી.જો ભાજપ યોગીને અડંર એસ્ટીમેન્ટ કરી આગળ વધશે તો પક્ષીય કટોકટીનો સામનો કરવો પડે તો નવાઈ નહીં!