ગાંધીનગર: ગુજરાતના કર્મનિષ્ઠ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે સામાજીક દાયિત્વના ભાગરૃપે રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા ગાંધીનગરની વિવિધ આંગણવાડીઓમાં સુવર્ણપ્રાશન, રમકડાં વિતરણ, નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ.
સંસ્થા દ્વારા સેક્ટર-24ની બધી જ આંગણવાડીમાં તેમજ અન્ય વિસ્તારોમાં થઈને 150 જેટલા બાળકોને ચોમાસાની ઋતુમાં તેઓની તંદુરસ્તી જળવાય અને રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી સુવર્ણપ્રાશન પીવડાવેલ. આ ઉપરાંત સંસ્થા દ્વારા નાસ્તો અને રોટે. શ્રી પાર્થ ઠક્કર દ્વારા રમકડાંની ભેટ આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સંસ્થાના સેક્રેટરી શ્રી જશવંત બારૈયા, શ્રીમતી અમીબેન શાહ, શ્રી અશ્વિનભાઈ શર્મા, શ્રી મુકેશભાઈ સરવૈયા, શ્રી ગૌરાંગભાઈ રાવલ, સુશ્રી જયશ્રીબેન ખેતિયા સહિત રોટરીયન ઉપસ્થિત રહેલ.