The News Express : મારા પરમ સ્નેહી, રામ સ્નેહી અને જલારામ બાપાના પ્રેમી, સંસ્કારની ગંગા નિત્ય પરિવારમાં વહે છે એવા શ્રી મહાસુખભાઈ ઠક્કર તથા ચી. ફાલ્ગુનભાઈ દ્વારા વર્ષોથી “આજનો યુગ” વર્તમાન પત્ર દ્વારા સચોટ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનો ખ્યાલ રાખીને સમાજસેવા કરતા આવ્યા છે. પરંતુ આજે વિજ્ઞાનનો યુગ આવ્યો છે, જેમાં ટેકનોલોજીના યુગમાં ડિજિટલ પ્લેટફોર્મ પર “The News Express” News Portal નો પ્રારંભ કર્યો છે. જેના માટે વિશેષ રૂપમાં શુભેચ્છાઓ.

ચી. ફાલ્ગુન ની કાર્ય કરવાની પદ્ધતિ અને ધગસ જ કાર્યની સફળતા છે. સાથે સાથે પરિવારના આશીર્વાદ જ કાર્ય કરવા માટે પ્રેરણા રૂપ બને છે.

સમગ્ર નૂતન કાર્ય અને મારી શુભેચ્છા પુનઃ સમગ્ર પરિવારને વંદન સહ રામસ્મરણ સહ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના.

જય સીયારામ

લી: ડો.રામેશ્વર બાપુ હરિયાણી (સુપ્રસિદ્ધ કથાકાર) 

 

પરમ પૂજ્ય સંત શ્રી ડો. રામેશ્વરબાપુ હરિયાણી  નો ટૂંકમાં પરિચય……

સંત શ્રી રામેશ્વરદાસ બાપુ સુપ્રસિદ્ધ કથાકાર છે તેમણે તેમના હસ્તે ઘણા બધા પુસ્તકો નું લેખન કરી અને સમાજને અર્પણ કરેલ છે. તેમણે સમાજને હંમેશા તેમની કથાઓના માધ્યમથી લોકોને સત્ત માર્ગે લઈ જવાનો જ પ્રયાસ કર્યો છે. રામેશ્વરદાસ બાપુએ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ પુરા વિશ્વમાં તેમની કથાઓના માધ્યમથી લોકોના હૃદયમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું છે.

https://youtube.com/@rameshwarbapuhariyani?si=VhGzNdb-2b3qGFfu