award
અમદાવાદ : અમદાવાદ ખાતે યોજાયેલ 39મો ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમિટ – 2026 જ્યોતિષ અને આધ્યાત્મિક વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સ્મરણિય અને ઐતિહાસિક આયોજન તરીકે નોંધાયો છે. આ ભવ્ય મહાસંમેલન અંતર્ગત ગુજરાતના જાણીતા વાસ્તુશાસ્ત્રી તથા ન્યુમરોલોજીસ્ટ શ્રી હિતેશભાઈ ગજ્જરને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ આપી ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય જ્યોતિષ મહાસંમેલનનું આયોજન દેશની સુપ્રસિદ્ધ ભવિષ્યવક્તા “મીતા જાની” ના નેતૃત્વ હેઠળ અને Miral Foundation દ્વારા 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ President Hotel, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
બે દિવસ સુધી ચાલેલા આ સમિટમાં દેશ-વિદેશથી ઉપસ્થિત થયેલા અગ્રણી જ્યોતિષીઓ, વાસ્તુ નિષ્ણાતો, ન્યુમરોલોજીસ્ટ, હીલર્સ અને આધ્યાત્મિક માર્ગદર્શકોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ અવસરે શ્રી હિતેશભાઈ ગજ્જરને વાસ્તુશાસ્ત્ર તથા ન્યુમરોલોજીના ક્ષેત્રમાં તેમના દીર્ઘકાળીન અનુભવ, સંશોધન અને લોકકલ્યાણકારી કાર્ય બદલ વિશેષ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, શ્રી હિતેશભાઈ ગજ્જરનું કાર્ય માત્ર સલાહ સુધી સીમિત નથી, પરંતુ તેમણે અનેક લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક દિશા પ્રદાન કરી છે. તેમનું યોગદાન જ્યોતિષ અને વાસ્તુ વિજ્ઞાન માટે પ્રેરણાસ્રોત સમાન છે.
“Occult Gyan Mahakumbh” તરીકે ઓળખાયેલ આ સમિટ જ્ઞાન, દિવ્ય ઊર્જા અને આધ્યાત્મિક અનુભૂતિનો અપૂર્વ સંગમ બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ જ્યોતિષીય સત્રો, સન્માન સમારોહ અને વિશેષ કાર્યક્રમોએ ઉપસ્થિત મહેમાનોને એક યાદગાર અનુભવ આપ્યો હતો.
આ સફળ આયોજન દ્વારા Miral Foundationએ જ્યોતિષ અને આધ્યાત્મિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નવી દિશા અને નવી ઊંચાઈઓ સ્થાપિત કરી છે.

