
Ayurveda
લોકોમાં ઘણા વખતથી એવી ગેરમાન્યતા છે કે “આયુર્વેદ ધીમું છે”. આ ખોટી સમજ ખૂબ વધારે ફેલાયેલી છે. વાસ્તવમાં આયુર્વેદ ધીમું નથી હોતું —ઉપચાર કેટલી ઝડપથી અસર કરે છે તે તમારી બીમારીની સ્થિતિ, તમે પસંદ કરેલો ઉપચારનો માર્ગ, ચિકિત્સકની કાબેલિયત અને સૌથી મહત્વની બાબત એટલે તમારી દૈનિક આદતો પર આધાર રાખે છે.
આયુર્વેદ કોઈ ખોટું વિજ્ઞાન નથી. સમસ્યા એ છે કે સમાજ સુધી તેનો સાચો અર્થ, મૂળ ગ્રંથો (સંહિતા)માં જે શાસ્ત્ર છે તે યોગ્ય રીતે પહોંચી શક્યો નથી. અધૂરી સમજ, અધૂરી શીખ અને અધૂરી રજૂઆતના કારણે આયુર્વેદના મૂળ સિદ્ધાંતોની મર્મજ્ઞાનતા ગુમાઈ ગઈ છે.
આયુર્વેદ ધ્યેય માત્ર રોગના લક્ષણો દૂર કરવો નથી, પણ રોગ જ ઉભો ના થાય તેવા માટે પણ માર્ગદર્શન આપે છે. એમાં રોગના પૂર્વરૂપથી (શરુઆતી લક્ષણો) લઈ તેના વિકસિત તબક્કા સુધી (ભેદ) સમજાવેલું હોય છે, જેથી સમયસર ઉપચાર કરી રોગને ઘાટીલા થવાથી બચાવી શકાય છે.
આયુર્વેદનું મૂળ સિદ્ધાંત છે ગુણ આધારિત ચિકિત્સા એટલે કે દ્રવ્યના ગુણો અને દર્દીના સ્વભાવ પ્રમાણે સારવાર. તમે શું ખાઓ છો, આહર , વિહાર , વ્યાવહાર , વ્યસાય , જીવનશૈલી થી થતા રોગ—બધી વસ્તુઓ શરીરનાં દોષ (વાત, પિત્ત, કફ), ધાતુઓ અને મલો પર અસર કરે છે.
ઉદાહરણ તરીકે:
સામ (વિષયુક્ત) અને નિરામ (વિષમુક્ત) અવસ્થાઓ ઉપચાર શરૂ કરતા પહેલા ઓળખવી બહુ જરૂરી છે. આ સ્થિતિઓ લોહી કે સ્કેનમાં નહીં દેખાય, પણ તેમના નિદાન માટે આયુર્વેદમાં કેટલીક ચોક્કસ લાક્ષણિકતાઓ છે:
- સવારમાં ઊઠ્યા પછી પણ થાક લાગવો,
- ઉત્સાહનો અભાવ,
- ઊંઘ આવતા રહેવી,
- ભૂખની ઉણપ,
- ભોજન પ્રત્યે અરુચિ,
- ખાવાની અનિયમિતતા,
- ભૂલકણાપણું, ગભરાટ,
- નિર્ણય લેવામાં અસમર્થતા,
આ બધું લેબ રિપોર્ટમાં નહીં આવે પણ અયુર્વેદ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે અયુર્વેદ રિપોર્ટ નહીં, વ્યક્તિને સમજીને સારવાર આપે છે.
આ છે ગુણ આધારિત ચિકિત્સાનું સત્વ – દર્દી તથા દ્રવ્યને તેમના ગુણોથી ઓળખીને મૂળને સ્પર્શ કરતી સારવાર. લક્ષણ નહીં, પણ કારણને દૂર કરવું એ છે આયુર્વેદનો સાચો ઉદ્દેશ.
અત્યારે જરૂરી છે કે આપણે આયુર્વેદ વિષેની ખોટી માન્યતાઓને છોડી દઈએ.
આયુર્વેદ એ શાશ્વત છે, વૈજ્ઞાનિક છે અને સંપૂર્ણ માનવકેન્દ્રિત છે.
ડો. કુંજલ ચેતનભાઈ ચૌહાણ
આયુર્વેદ M.D. – દ્રવ્યગુણ વિજ્ઞાન
મો. 9664681674
ઈમેલ આઈડી. kunjalcchauhan123@gmail.com

