Surendranagar :
સુરેન્દ્રનગર : પીએમશ્રી પે સેન્ટર શાળા નંબર 7 જોરાવરનગર ખાતે 26 જાન્યુઆરી 2025 ના રોજ રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી. જેમાં “દીકરીના પ્રણામ દેશને નામ” અંતર્ગત શ્રી લલીતાબેન રાઠોડ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જીતેન્દ્રસિંહ ચાવડા પૂર્વ ચેરમેન શ્રી નગરપાલિકા સુરેન્દ્રનગર હાજર રહ્યા. સાથે ગ્રામ આગેવાનોમાં જાણીતા સમાજ સેવક અને લેખક શ્રી મનોજભાઈ પંડ્યા, સેવાભાવી અગ્રણી શ્રી ભાવેશભાઈ મેડિકલ સ્ટોર વાળા તથા અન્ય ગ્રામજનો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રભક્તિથી સભર એવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા. મા-ભોમ ની રક્ષા કરતા નૌજવાન સૈનિકોની દેશદાજ દર્શાવતું નાટક જોઈ હાજર રહી સૌની આંખો સજળ બની અને સૈનિકો પ્રત્યે સૌ કોઈમાં આદર અને ગૌરવની લાગણી પ્રગટી. છેલ્લા એક વર્ષમાં જન્મેલ દીકરીઓ અને તેની માતાઓ નું સન્માન કરવામાં આવ્યું.જે નાની દીકરીઓને મહેમાનશ્રીઓ ના હસ્તે રમકડા ભેટ કરવામાં આવ્યા. શ્રી જીતેન્દ્રસિંહ ચાવડા અને મહેમાનોએ શાળાના બાળકો અને શિક્ષકોને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું. ભાવેશભાઈ મેડિકલ સ્ટોરવાળા અને અશ્વિનભાઈ શાહ દ્વારા બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું.
પત્રકાર : ચિરાગ ગોસલીયા