Savitribai Phule : રાજકોટ : રાષ્ટ્રમાતા,વિદ્યાની દેવી આધુનિક ભારત ના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ ના અવસરે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બહુજન સમાજ ના લોકોને જે મહાન ક્રાંતિવીર કે જે લોકો એ પોતાનાજ નહિ પણ પોતlના સમાજ માટેજ નહિ પણ સમગ્ર ભારત ના દરેક સમાજ ને સ્ત્રીઓ માટે પોતાનું સમગ્ર જીવન ન્યાય અને હક્ક ની લડાઈ માટે સમર્પણ કર્યું એવા મહાન સાવિત્રી બાઈ કે જેમને અંગ્રેજો ની શાસન કlળ માં દરેક સમાજની સ્ત્રીઓ અને દલિતોને શિક્ષણ આપી આઝાદ કર્યા.તેઓએ પછાતવર્ગ (sc ,st , OBC) માં શિક્ષણ ની જ્યોત પ્રગટાવી.ભારત ના દરેક સમાજ ના લોકો સાવિત્રી બાઈ ના ઋણી રહેશે.તેઓ ના બલિદાન થી આપણા દરેક સમાજ ના મહિલાઓ આજે શિક્ષિત થયા અને આજે જે પણ મહિલાઓ કોઈને કોઈ ઉચ્ચ સ્થાને છે. એ માત્ર સાવિત્રી બાઈ ના બલિદાન ના લીધેજ છે.માટે હક્ક અને ન્યાય માટે જેમ આ મહિલાએ બલિદાન આપ્યું એવીજ રીતે આપણે આપણા સમાજ માટે આગળનો વિચાર કરી બનતા પ્રયત્નો કરી સમાજ ને જે હક્ક થી વંચિત છે એ હક્ક માટે આગળ આવવું જોઈએ. આ કાર્યક્રમ માં ખુબ જ બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી સાથે બાળકો એ પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.સાવિત્રી બાઈ ફૂલે તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ ભૂમિકા નિભાવી હતી.
